Western Times News

Gujarati News

કૃષિ ક્ષેત્ર, ખેડૂત કલ્યાણ, પ્રવાસી મજૂરો, અને ગ્રામીણ વિકાસને કવર કરવામાં આવ્યા છે: નાણાંમંત્રી

નવીદિલ્હી, નાણામંત્રી ર્નિમલા સીતારમણે આજે સંસદમાં કેન્દ્રીય બજેટ રજુ કર્યું. તેમણે કહ્યું કે આર્ત્મનિભર ભારતના ત્રીજા સ્તંભમાં કૃષિ ક્ષેત્ર, ખેડૂત કલ્યાણ, પ્રવાસી મજૂરો, અને ગ્રામીણ વિકાસને કવર કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે સરકાર કૃષિ અને ખેડૂતોના વિકાસ અને કલ્યાણ માટે પ્રતિબદ્ધ છે. નાણામંત્રી દ્વારા ખેડૂતોનો ઉલ્લેખ કરવામાં આવતા જ સદનમાં હોબાળો જાેવા મળ્યો હતો. ર્નિમલા સીતારમણે કહ્યું કે કેન્દ્ર સરકારે કૃષિ જિન્સોના એનએસપી ને વધારવાનું કામ કર્યું છે.

પાકના ખર્ચના દોઢ ગણા જેટલી રકમ એનએસપી તરીકે ખેડૂતોને આપવામાં આવી રહી છે. ખેડૂતો પાસેથી સતત અનાજની ખરીદી ચાલુ છે. ખેડૂતો પાસેથી તેમના પાકની ખરીદી તો થઈ જ રહી છે અને સાથે સાથે ચૂકવણીને પણ જલદી અને સરળ બનાવવામાં આવી છે. ઘઉની ખરીદીનો ઉલ્લેખ કરતા ર્નિમલા સીતારમણે કહ્યું કે ૨૦૧૩-૧૪માં ૩૩,૮૭૪ કરોડ રૂપિયા ચૂકવણી થઈ હતી. જ્યારે ૨૦૧૯-૨૦માં આ ચૂકવણી ૬૨,૮૦૨ કરોડ રૂપિયા પર પહોંચી છે. ૨૦૨૦-૨૧માં ઘઉની ખરીદીની ચૂકવણી ૭૫,૦૬૦ કરોડ રૂપિયા પહોંચી ગઈ છે.

ધાન ખેડૂતોનો ઉલ્લેખ કરતા નાણામંત્રીએ કહ્યું કે ૨૦૧૩-૧૪માં ૬૩,૯૨૮ કરોડ રૂપિયાની ચૂકવણી ધાન ખેડૂતોને કરવામાં આવી. ૨૦૧૯-૨૦માં આ રકમ વધારીને ૧,૪૧,૯૩૦ કરોડ રૂપિયાની ચૂકવણી કરવામાં આવી. ૨૦૨૦- ૨૧માં ધાન ખેડૂતોને ૧,૭૨,૭૫૨ કરોડ રૂપિયાની ચૂકવણી થવાનો અંદાજ છે. તેમણે કહ્યું કે આ અંદાજિત ચૂકવણી છે કારણ કે ધાનની ખરીદી હજુ ચાલુ છે. દાળો માટે ૨૦૧૩-૧૪માં માત્ર ૨૩૬ કરોડ રૂપિયાની ચૂકવણી ખેડૂતોને થઈ હતી. ૨૦૧૯-૨૦માં વધારીને તે ૮,૨૮૫ કરોડ તથા ૨૦૨૦-૨૧માં દાળો માટે ચૂકવણી ૧૦,૫૩૦ કરોડ રૂપિયાની કરવામાં આવી. કપાસ ખેડૂતોની આવકમાં પણ વધારો થયો છે.

નાણામંત્રીએ કહ્યું કે પ્રધાનમંત્રી સ્વામિત્ત યોજના પણ શરૂ થઈ ગઈ છે. આ યોજના હેઠળ ગામની જમીનના અધિકાર તેમના માલિકોને આપવામાં આવી રહ્યા છે. આ યોજના હેઠળ અત્યાર સુધીમાં ૧.૦૮ લાખ જમીનના રેકોર્ડ તેમના માલિકના નામ પર ચડાવવામાં આવ્યા છે. ખેડૂતોને તેમની જમીનના માલિકી હકના દસ્તાવેજ આપવામાં આવી રહ્યા છે. અત્યાર સુધીમાં ૧૨૪૧ ગામડાઓમાં ખેડૂતોએ આ યોજનાનો લાભ લીધો છે. નાણામંત્રીએ કહ્યું કે વર્ષ ૨૦૨૨ માટે કૃષિ ઋણનો ટાર્ગેટ વધારીને ૧૬.૫ લાખ કરોડ રૂપિયા સુધી કરવામાં આવ્યો છે. પશુપાલન, ડેરી અને મત્સ્ય પાલન સંબંધિત ખેડૂતોની આવક વધારવા પર ફોકસ કરવામાં આવ્યું છે. ગ્રામીણ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ માટેની ફાળવણી ૩૦,૦૦૦ કરોડથી વધારીને ૪૦,૦૦૦ કરોડ રૂપિયા કરવામાં આવી રહી છે. સિંચાઈની ટેક્નોલોજી વધારવા માટે નાબાર્ડ હેઠળ ૫૦૦૦ કરોડ રૂપિયાનું માઈક્રો ઈરિગેશન ફંડ તૈયાર કરવામાં આવ્યું છે. આ ફંડને હવે બમણું કરવામાં આવ્યું છે.

ઓપરેશન ગ્રીન સ્કિમના દાયરામાં જલદી ખરાબ થનારા ૨૨ વધુ ઉત્પાદનોને સામેલ કરવામાં આવશે. ઈ નામ હેઠળ ૧.૬૮ કરોડ ખેડૂતોનું રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું છે. મત્સ્ય પાલનને પ્રોત્સાહન આપવા માટે દેશના પાંચ બંદર કોચ્ચિ, ચેન્નાઈ, વિશાખાપટ્ટનમ, પારાદીપ અને પેટુઆઘાટને મત્સ્ય બંદર તરીકે વિક્સિત કરાશે. નદીઓ, જળમાર્ગોના કિનારે સ્થિત આંદરદેશીય મત્સ્ય બંદરો અને ફિશ લેન્ડિંગ સેન્ટરનો પણ વિકાસ કરવામાં આવશે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.