Western Times News

Gujarati News

ફ્રેન્ચ ઓપનમાં મોટો અપસેટ થયો – સિમોના હાલેપ આઉટ

ક્વાર્ટર ફાઇનલમાં અમેરિકી સામે પરાજિત થઇ
પેરિસ, પેરિસમાં રમાઈ રહેલી વર્ષની બીજી ગ્રાન્ડસ્લેમ ફ્રેંચ ઓપન ટેનિસ ચેમ્પિયનશીપમાં વરસાદ વિલન બન્યા બાદ મેચો આગળ રમાઇ હતી. હવે મહિલાઓના વર્ગમાં વધુ એક મોટો અપસેટ સર્જાયો છે. વર્તમાન ચેમ્પિયન અને ત્રીજી ક્રમાંકિત ખેલાડી રોમાનિયાની સિમોના હાલેપ પણ મહિલા સિગલ્સમાં ક્વાર્ટર ફાઇનલમાં પરાજિત થઇને બહાર થઇ ગઇ છે. અમેરિકાની ૧૭ વર્ષીય અમાન્ડા અનિસિમોવાની સામે તેની સનસનાટીપૂર્ણ હાર થઇ હતી.

વિશ્વમાં ૫૧મી ક્રમાકિત ખેલાડી અનિસિમોવાએ હાલેપ પર એક કલાક અને આઠ મિનિટ સુધી ચાલેલી મેચમાં સીધા સેટોમાં ૬-૨, ૬-૪થી જીત મેળવી હતી. પોતાની કેરિયરમાં બીજી વખત ફ્રેન્ચ ઓપન રમી રહેલી અનિસિમોવાની શાનદાર રમતથી તમામ ચાહકો રોમાંચિત થઇ ગયા હતા. હવે આ ખેલાડી વર્ષ ૧૯૯૭માં રનર્સ અપ તરીકે રહ્યા બાદ કોઇ ગ્રાન્ડ સ્લેમની સેમીફાઇનલમાં પહોંચનાર સૌથી યુવા ખેલાડી બની ગઇ છે.

આની સાથે જ તે રોલેન્ડ ગેરોસ ખાતે વર્ષ ૧૯૯૦માં જેનિફર કેપ્રિયાટી બાદ અંતિમ ચારમાં પહોંચનાર સૌથી યુવા ખેલાડી બની ગઇ છે. પેરિસમાં રોલેન્ડ ગેરોસ ખાતે દર વર્ષે આનું આયોજન કરવામાં આવે છે. આ ટુર્નામેન્ટ ઈન્ટરનેશનલ ટેનિસ ફેડરેશન દ્વારા ચલાવવામાં આવે છે. ગ્રાન્ડસ્લેમની કેટેગરી હેઠળ તે ગણાય છે. ટુર્નામેન્ટમાં પુરૂષ અને મહિલા સિંગલ્સ વર્ગ, ડબલ્સ ડ્રોની જાહેરાત કરવામાં આવે છે. ૨૨થી વધુ કોર્ટ ઉપર આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે

જેમાં ત્રણ મુખ્ય શો કોર્ટ છે. ઈનામી રકમની વાત કરવામાં આવે તો આ વખતે પુરૂષોના વર્ગમાં સિંગલ્સ વિજેતા અને મહિલા સિંગલ્સ વિજેતાને એક સમાન ઈનામી રકમ આપવામાં આવનાર છે. આ વખતે પુરુષો અને મહિલા વર્ગ ઉપરાંત હમેશની જેમ જ મિક્સ્ડ ડબલ્સ, મહિલા ડબલ્સ અને પુરુષ ડબલ્સ પણ રમાનાર છે. ગયા વર્ષ કરતા આ વખતે ઇનામી રકમમાં આઠ ટકાનો વધારો કરાયો છે.મહિલાઓના વર્ગમાં અપસેટ સર્જાવવાનો સિલસિલો જારી રહ્યો છે. મહિલા વર્ગમાં તમામ ટોપ ખેલાડી હાર ગઇ છે જેથી આ વખતે કોઇ નવી ચેમ્પિયન બનશે.

કારણ કે સ્ટાર ખેલાડી હારી રહી છે.મહિલાઓના વર્ગમાં મોટા અપસેટ સર્જાવવાનો સિલસિલો જારી રહ્યો છે.પ્રથમ ક્રમાંકિત ખેલાડી જાકોવિકે જર્મનીના લેનાર્ડ સ્ટ્રફ પર સીધા સેટોમાં ૬-૩, ૬-૨ અને ૬-૨થી જીત મેળવી હતી.હવે તે જ્વેરેવ સામે ટકરાશે. હાલેપ પણ આગેકુચ કરી ગઇ છે. રાફેલ નડાલ અને રોજર ફેડરર વચ્ચે સેમીફાઇનલ મેચ સાતમી જુનના દિવસે રમાશે.

દરમિયાન બાર્ટી પ્રથમ વખત કોઇ ગ્રાન્ડ સ્લેમની સેમીફાઇનલમાં પહોંચી ગઇ છે. તે વર્ષ ૨૦૧૬માં સ્તોસુ બાદ કોઇ ગ્રાન્ડ સ્લેમની સેમીફાઇનલમાં પહોંચનાર પ્રથમ ઓસ્ટ્રેલિયન ખેલાડી બની ગઇ છે. બીજી સેમીફાઇનલ મેચ હવે બ્રિટનની જાહાના કોન્ટા અઇને ચેક ગણરાજ્યની માર્કેટા વોડ્રાસોવાની વચ્ચે રમાશે. ચારે સેમીફાઇનલને જાતા કહી શકાય છે કે આ વખતે મહિલા વર્ગમાં ફ્રેન્ચ ઓપનમાં એક નવી મહિલા ચેમ્પિયન ઉભરીને સપાટી પર આવનાર છે.

દરમિયાન પુરૂષોની મેચો વધારે રોમાંચક બનેલી છે. તમામ સ્ટાર ખેલાડી હજુ સુધી મેદાનમાં છે. જેમાં રોજર ફેડરર, રાફેલ નડાલ અને નોવાક જાકોવિકનો સમાવેશ થાય છે. વરસાદના કારણે મેચો હાલમાં ખોરવાઇ ગઇ હતી. મેચોને એક દિવસ માટે મોકુફ કરવામાં આવી હતી. જા કે હવે મેચો રમાઇ રહી છે. ફ્રેન્ચ ઓપન ટેનિસ ચેમ્પિયનશીપ હવે નિર્ણાયક તબક્કામાં પહોંચી ગઇ છે. આવી સ્થિતીમાં રોમાંચકતા પણ વધી રહી છે. તમામની નજર તો નડાલ પર છે. જે સતત ૧૨મી વખત ફ્રેન્ચ ઓપનમાં તાજ જીતી શકે છે કે કેમ તેના પર તમામ ચાહકોની નજર છે. તે જારદાર ફોર્મમાં દેખાઇ રહ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.