Western Times News

Latest News from Gujarat

કિસાનોનું અપમાન કરી શકાય નહીં તેમની સાથે સરકાર વાત કરે: રાજયપાલ

નવીદિલ્હી, કેન્દ્ર સરકારના કૃષિ કાનુનોની વિરૂધ્ધ કિસાનોનું પ્રદર્શન દિલ્હીથી જાેડાયેલ સીમાઓ પર ગત ૬૫ દિવસથી જારી છે તેને લઇ મેઘાલયના રાજયપાલ સત્યપાલ મલિકે કેન્દ્ર સરકારને સલાહ આપી છે કે કિસાનોનું અપમાન કરી શકાય નહીં અને તેમને પાછા જવા માટે મજબુર કરવા જાેઇએ નહીં.

મેધાયલના રાજયપાલે કહ્યું કે સરકારે કિસાનો સાથે વાત કરવી જાેઇએ અને તેનું સમાધાન શોધવું જાેઇએ મલિકે કહ્યું કે ગું સાવધાન કરતા એ બતાવી રહ્યો છું કે દુનિયાનું કોઇ પણ આંદોલન દબાવી અને કચડીને શાંત કરી શકાય નહીં પશ્ચિમી ઉત્તરપ્રદેશના જાટ નેતા મલિકે કહ્યું કે આ અઠવાડીયાની શરૂઆતમાં યુપી પોલીસ દ્વારા આંદોલનકારી કિસાનોએ ગાઝિયાબાદથી બહાર નિકળવાનો પ્રયાસ કરતા સ્થિતિ વધુ ખરાબ થઇ ગઇ છે.

તેમણે કહ્યું કે હું એક એવો વ્યક્તિ છું જે બંધારણીય પદ પર બેઠો છું મારે આ રીતની કોઇ ટીપ્પણી કરવી જાેઇએ નહીં પરંતુ આ કિસાનોનો મુદ્દો છે અને હું ચુપ રહી શકુ નહીં મેં પહેવા જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી ચર્ચાના માધ્યમથી આ મુદ્દાને તાકિદે ઉકેલવાની અપીલ કરી છે.

મલિકે કહ્યું કે કિસાનોનું અપમાન કરી શકાય નહીં તમે તેમને અપમાનિત કરી વિરોધ પ્રદર્શનોથી પાછા મોકલી શકો નહીં મલિકે કહ્યું કે સરકારે કિસાનોને વાતચીતમા સામેલ કરવા જાેઇએ મેધાલયના રાજયપાલે કહ્યું કે વડાપ્રધાન મોદીને કિસાનોની વચ્ચે ખુબ સમર્થન છે તેમની પાસે શક્તિ છે તેમણે કહ્યું કે તેમને વ્યાપકતા બતાવવી જાેઇએ અને આ મુદ્દાને ઉકેલ લાવવા માટે ચર્ચા કરવી જાેઇએ.

રાજયપાલે કહ્યું કે જાે સરકાર પોતાના તરફથી પ્રયાસ કરે તો આ મુદ્દાનો ઉકેલ આવી શકે છે. પશ્ચિમી યુપીના કિસાન નેતાઓએ કહ્યું છે કે તેઓ આ મુદ્દાને ઉકેલવા માટે તૈયાર છે મલિકે કહ્યું કે કિસાન તૈયાર છે જાે સરકારની ઇચ્છા છે તો મુદ્દાને ઉકેલી શકાય છે. એ યાદ રહે કે હરિયાણા અને ઉત્તરપ્રદેશની ખાપ પંચાયતો બાદ પંજાબની પંચાયતો પણ કિસાન આંદોલનને તેજ કરવામાં લાગી છે.HS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers