Western Times News

Latest News from Gujarat

ઇનકમ ટેકસ સ્લેબમાં કોઇ પરિવર્તન નહીં, કોરોનાના કારણે બજેટમાં આવકવેરામાં છુટની આશા હતી

નવીદિલ્હી, કેન્દ્રીય નાંણામંત્રી નિર્મલા સીતારમણના ત્રીજા બજેટથી નોકરીયાત લોકોને નિરાશા હાથ લાહી છે ઇનકમ ટેકસ સ્લેબમાં કોઇ પરિવર્તન કરવામાં આવ્યું નથી જયારે લોકો કોરોના સંકટના કારણે આવકવેરામાં છુટની આશા લગાવી રહ્યાં હતાં નાણાંમંત્રીએ ફકત ૭૫ વર્ષથી વધુ વયના સિનિયર સિટિજન્સને જ તેમાં રાહત આપતા તેમને ઇનકમ ટેકસ રિટર્ન ફાઇલ કરવાથી મુક્ત કર્યા છે.

નાણાંમંત્રીએ બજેટ ભાષણમાં જાહેરાત કરી કે સરકાર ૭૫ વર્ષથી વધુ વયના વૃધ્ધો પર પડનારા દબાણને ઓછું કરવા જઇ રહી છે તેમણે કહ્યું કે ૭૫ વર્ષથી વધુના તે વૃધ્ધો જેમની આવકનો સ્ત્રોત ફકત પેન્શન છે તેમને હવે ઇનકમ ટેકસ રિટર્ન ભરવો પડશે નહીં નાણાંમંત્રીએ એનઆઇઆર લોકોને ટેકસ ભરવામાં થનારી પરેશાનીઓને જાેતા તેમને ડબલ ટેસ સિસ્ટમથી છુટ આપવાની જાહેરાત કરી છે. નાણાંમંત્રીએ નાના કરતાદાઓ માટે મુકદમાબાજીને વધુ ઓછી કરવા માટે વિવાદ સમાધાન સમિતિની રચવાનો પ્રસ્તાવ બજેટ ભાષણમાં કર્યું છે.આ સમિતિ દક્ષમતા પારદર્શિતા સુનિશ્ચિત કરશે ૫૦ લાખ રૂપિયા સુધીના કરની યોગ્ય આવકવારા અને ૧૦ લાખથી વધુની વિવાદિત આવકવાળા વ્યક્તિ આ સમિતિની સમક્ષ જઇ શકશે.

ગત વર્ષ પોતાના બજેટ ભાષણમાં નાણાંમંત્રીએ ઇનકમ ટેકસ સ્લેબમાં મોટું પરિવર્તન કર્યું હતું તેમણે અનેક નવા સ્લેબની જાહેરાત કરી હતી આવું દેશના ઇતિહાસમં પહેલીવાર થયું જયારે દેશમાં ઇનકમ ટેકસ સ્લેબના બે વિકલ્પ રાખવામાં આવ્યા હતાં ગત બજેટ અનુસાર અને હાલ દેશમાં વર્તમાન ટેકસના દર આ પ્રમાણે છે.૫ વર્ષની આવક પર કોઇ ટેકસ નહીં,૫થી ૭.૫ લાખ ઉપર ૧૦ ટકા,૭.૫થી ૧૦ લાખ ઉપર ૧૫ ટકા,૧૦થી ૧૨.૫ લાખની આવક પર હવ ૨૦ ટકા ટેકસ,૧૨.૫ લાખખી ૧૫ લાખ સુધી ૨૫ ટકા,૧૫ લાખની ઉપર પહેલાની જેમ ૩૦ ટકા.

નાણાંમંત્રીએ કહ્યું કે કોવિડ ૧૯ મહામારીનો મુકાબલો કરવા માટે સરકારના ૨૭.૧ લાખ કરોડ રૂપિયાના આત્મનિર્ભર ભારત પેકેજથી સંરચનાત્મક સુધારાને પ્રોત્સાહન મળ્યુ છે.સીતારમણે સામાન્ય બજેટમાં ૬૪.૧૮૦ કરોડ રૂપિયાના પરિવ્યય સાથે આત્મનિર્ભર આરોગ્ય કાર્યક્રમ શરૂ કરવાનો પ્રસ્તાવ રાખ્યો હતો.નાણાંમંત્રીએ કહ્યુ કે લેહમાં કેન્દ્રીય વિશ્વ વિદ્યાલય સ્થાપિત કરવામાં આવશે આ સાથે જ દેશભરમાં ૧૦૦ નવા સૈનિક સ્કુલ પણ ખોલવામાં આવશે કેન્દ્રીય નાણાં મંત્રીએ બજેટમાં મટી જાહેરાત કરતા કહ્યું કે દેશભરમાં ૧૫ હજાર આદર્શ સ્કુલ બનાવવામાં આવશે ૭૫૮ સ્કુલ આદિવાસી વિસ્તારોમાં ખોલવામાં આવશે જેથી આદિવાસી વિસ્તારોના બાળકોને બુનિયાદી સુવિધાઓ ઉપલબ્ધ કરાવી શકાય તેમણે કહ્યું કે નવી રાષ્ટ્રીય શિક્ષા નીતી ૨૦૨૦ની જાેગવાઇ હેઠળ હાયર એજયુકેશન કમીશનની રચના કરવામાં આવશે. ૨૦૨૧-૨૨ના બજેટમાં તેના માટે આગામી પાંચ વર્ષ માટે ૫૦ હજાર કરોડની વ્યવસ્થા કરવામાં આવી રહી છે જેથી દેશભરમાં અનુસંધાનને પ્રોત્સાહન આપી શકાય.

નાણાંમંત્રીએ બજેટમાં કિસાનો અને કૃષિ વિસ્તાર સાથે જાેડાયેલ લોકોને પણ મોટી ભેટ આપી છે સરકારે દાવો કર્યો છે કે આગામી વર્ષ સુધી દેશના કિસાનોની આવક બેગણી થઇ જશે નાણાંમંત્રીએ પોતાના ભાષણમાં કિસાનોની તેમની ખર્ચથી દોઢ ગણા વધુ આપવાનો પ્રયાસ કરવાની જાહેરાત કરી છે દેશમાં ઘઉ ઉગાડનારા કિસાનોની સંખ્યા બેગણી થઇ ગઇ છે ધઉની એમએસપી દોઢ ગણી કરી દેવામાં આવી છે.અને ગત સાત વર્ષોમાં કિસાનોથી બેગણાથી વધુ અનાજ ખરીદવામાં આવ્યા છે. તેમના પાસેથી સરકારી ખરીદના પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે અને તેના વળતરમાં તેજી આવી છે.

નાણાંમંત્રીએ રેલવેને મોટી ભેટ આપવાની જાહેરાત કરી કરી છે નાણાંમંત્રીએ વર્ષ ૩૨૦૩૦ સુધી તૈયાર થનારી ભારતીય રેલની નવી યોજનાઓની બાબતે જણાવ્યું તેમણે ભાષણમાં કહ્યું કે આ વર્ષ રેલ બજેટ ઉપર ૧.૧૦ લાખ કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે તેમાંથી મુડીગત વ્યય માટે ૧.૦૭ કરોડ રૂપિયાની જાેગવાઇ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે વર્ષ ૨૦૨૩ સુધી દેશની ૧૦૦ ટકા ટ્રેન વિજળીથી ચાલશે શહેરોમાં મેટ્રો ટ્રેન સર્વિસ અને સિટિ બસ સર્વિસને પ્રોત્સાહનની જાેગવાઇ કરવામાં આવી છે જયારે રેલવેની પ્રાથમિકતાઓ પર ભાષણ આપતા નાણાંમંત્રીએ ઇસ્ટર્ન અને વેસ્ટર્ન ડીએફસીના વિસ્તારની વાત કહી
નાણાંમંત્રીએ કહ્યું કે આગામી વર્ષમાં જાહેર ક્ષેત્રની બેંકોમાં ૨૦,૦૦૦ કરોડ રૂપિયાની મુડી નાખશે મુડીના મિલનથી આ બેંને મુડી સંબંધી નિયામકીય શરતોને પુરી કરવામાં સરળતા રહેશે ચાલુ નાણાંકીય વર્ષમાં પણ સરકારે બેંકોના પુન મુડીકરણ માટે ૨૦,૦૦૦ કરોડ રૂપિયાની જાેગવાઇ કરી હતી નાણાંકીય વર્ષ ૨૦૧૯-૨૦માં સરકારે જાહેર ક્ષેત્રની બેંકોમાં ૭૦,૦૦૦ કરોડ રૂપિયાની મુડી નાખવાનો પ્રસ્તાવ કર્યો હતો.

દેશના બુનિયાદી માખાને સારૂ બનાવવા પર ભાર મુકતા નાણાંમંત્રીએ કહ્યું કે માર્ચ ૨૦૨૨ સુધી દેશમાં ૮,૫૦૦ કિમીના રાજમાર્ગ પરિયોજનાની ફાળવણી કરવામાં આવી છે.

કેન્દ્ર સરકારે દેશમાં ડિઝીટલ વળતરને પ્રોત્સાહન આપવા માટે ૧૫૦૦ કરોડ રૂપિયાની યોજનાનો પ્રસ્તાવ કર્યો છે નાંણા મંત્રી નિર્લા સીતારમણે કહ્યું કે ગત કેટલાક સમયમાં ડિઝીટલ વળતરમાં અનેક ગણો વધારો થયો છે. ડિઝીટીલ લેવડદેવડને વધુ પ્રોત્સાહન આપવા માટે મેં ૧૫૦૦ કરોડ રૂપિયાની યોજનાનો પ્રસ્તાવ રાખુ છું. જેથી ડિઝીટલ વળતરને પ્રોત્સાહન આપવા માટે નાણાંકીય પ્રોત્સાહન આપવામાં આવશે.

નાણાંમંત્રીએ કહ્યું કે લધુ ઉદ્યોગની પરિભાષામાં સુધારો કરવામાં આવશે અને તેના વર્તમાન ૫૦ લાખ રૂપિયાના મુડી આધારને વધારી બે કરોડ રૂપિયા કરવામાં આવશે નાણાંમંત્રીએ ૨૦૨૧-૨૨ના સામાન્ય બજેટમાં નાણાંકીય ઉત્પાદનો માટે રોકાણકારઓ ચાર્ટર શરૂ કરવાનો પ્રસ્તાવ પણ રાખ્યો તેમણે કહ્યું કે બેંકના ફસાયેલ કર્જની સમસ્યાઓનો સામનો કરવા માટે એક પરિસંપત્તિ પુનર્નિર્માણ અને પ્રબંધન કંપની સ્થાપિત કરવામાં આવશે જયારે નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ એનસીએલટીની રૂપરેખાને મજબુત કરવામાં આવશે નાણાંમંત્રીએ જુના તથા પ્રદુષણ ફેલાવી રહેલ વાહનોને હટાવવા માટે બહુપ્રતીક્ષિત સ્વૈચ્છિક વાહન કબાડ નીતિની જાહરાત કરી ખાનગી વાહનોને ૨૦ વર્ષ થવા પર તથા વાણિજિયક બહાવનોને ૧૫ વર્ષ થવા પર ફિટનેસ તપાસ કરાવવી પડશે આ નીતી દેશની આયાત ખર્ચને ઓછું કરવાની સાથે જ પર્યાવરણ અનુકૂળ તથા બળતણની ઓછા ખર્ચ કરનારા વાહનોને પ્રોત્સાહન આપશે. આ નીતીને સરકાર પહેલા જ મંજુરી આપી ચુકી છે.HS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers