Western Times News

Gujarati News

ગગનયાનનું માનવ રહિત મિશન આ વર્ષ ડિસેમ્બરમાં

નવીદિલ્હી, નાણાંમંત્રી નિર્મલા સીતારમણે સામાન્ય બજેટ પર ભાષણ દરમિયાન જમીનથી લઇ આસમાન સુધીનો ઉલ્લેખ કર્યો તેમણે ભારતના ગગનયાન મિશનનો ઉલ્લેખ કરતા કહ્યું કે તેનું માનવ રહિત ટ્રાયલ આ વર્ષ ડિસેમ્બરમાં કરવામા આવશે હકીકતાં કોરોના મહામારીને કારણે ગત વર્ષ ભારતનું આ મિશન લોન્ચ થઇ શકયુ ન હતું અને આ સાથે જ તેમની તૈયારીઓ પર પણ મહામારીની અસર પડી હતી.ઇસરોએ ગગનયાનથી પહેલા બે માનવરહિત વિમાન મોકલવાની યોજના બનાવી હતી.

બજેટ ભાષણ દરમિયાન નાણાંમંત્રીએ ગગનયાન અને પીએસએલવી સી ૫૧ની તૈયારીઓની બાબતમાં જણાવ્યું તેમણે કહ્યું કે ચાર ભારતીય અંતરિક્ષ યાત્રીકોનું પ્રશિક્ષણ રશિયામાં ચાલી રહ્યું છે હકીકતમાં ઇસરોની યોજના વર્‌, ૨૦૨૨માં ૧૦,૦૦૦ કરોડ રૂપિયાના ખર્ચવાળું ગગનયાનને અંતરિક્ષમાં મોકલવાની છે.ગગનયાન એક ડિસેમ્બર ૨૦૨૦માં જ ઉડયન ભરનાર હતું જયારે બીજાને જુલાઇ ૨૦૨૧માં મોકલવાની યોજના બનાવવામાં આવી હતી જાે કે આ કોરોનાને કારણે સંભવ થઇ શકયું નહીં હવે ગગનયાનનું માનવ રહિત મિશન આ વર્ષ ડિસેમ્બરથી શરૂ કરાશે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.