Western Times News

Latest News from Gujarat

ફ્રાન્સના પર્યાવરણ પ્રધાન બાર્બરાએ એક ઓટો રીક્ષામાં બેસી રીક્ષા ચલાવી

સુરત, રાફેલ બનાવનાર દેશ પ્રાંતના પર્યાવરણ મંત્રીએ બાર્બરા પોમપિલીને સુરત શહેરની ઓટો રિક્ષા ચલાવતા જાેઈ દરેક આશ્ચર્યમાં મૂકાઈ ગયા છે. મહાનગર પાલિકાની ગાંધીગીરીથી પ્રભાવિત થઈને ફ્રાન્સના પર્યાવરણ પ્રધાન બાર્બરા સુરત શહેરની મુલાકાતે આવી છે. ફ્રાન્સના મંત્રીનું પ્રતિનિધિમંડળ એરપોર્ટથી સીધુ મનપા કચેરી પહોંચ્યું હતું. ત્યારબાદ મનપાના વિવિધ પ્રોજેક્ટની સમીક્ષા કરી મુલાકાત દરમિયાન તેઓએ સુરત મહાનગર પાલિકા કચેરી ખાતે એક ઓટો રીક્ષામાં બેસી રીક્ષા ચલાવી હતી. એક વિદેશથી આવેલી મંત્રી દ્વારા આવી રીતે એ રીક્ષા ચલાવતા જાેઈ લોકો પણ આશ્ચર્યમાં મુકાઇ ગયા હતા. બાર્બરા પિન્ક રીક્ષા અને એ બસ જાેઈ પણ આનંદિત થઈ ગયા હતા.

બાર્બરા પિન્ક રીક્ષા અને બસ જાેઈ પણ આનંદિત થઈ ગયા હતા. પર્યાવરણ સંદર્ભે આ પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે. પરિણામે સુરત મહાનગર પાલિકાએ શહેરને પ્રદૂષિત થતા અટકાવવા માટે મહાનગર પાલિકા દ્વારા શરૂ કરાયેલી મોબિલીટી બસ સેવા આઇટીએમએસ સેન્ટર, બાયોડાઈવર્સિટી પાર્ક, પ્લાસ્ટિક પ્રોસેસિંગ સેન્ટર સહિતનાં પ્રોજેક્ટનું સ્થળ નિરીક્ષણ વિદેશી ટીમ દ્વારા કરવામાં આવશે. વિવિધ પ્રોજેક્ટોની મુલાકાત બાદ વિદેશી મહેમાનો સાંજે ૭ કલાકે દિલ્હી જવા રવાના થશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, શહેરીજનોને સામૂહિક પ્રવાસની સેવા પૂરી પાડવા માટે સુરત મેટ્રો રેલ પ્રોજેકટ હાથ ધરવામાં આવ્યો છે. તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે મેટ્રો ટ્રેન પ્રોજેક્ટનું ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું. મેટ્રો રેલ પ્રોજેક્ટ માટે ફ્રાન્સ દ્વારા મહાનગર પાલિકાને આર્થિક સહાય કરવામાં આવી છે. ફ્રાન્સનાં પર્યાવરણ પ્રધાનની મુલાકાત બાદ સુરત શહેર અને ફ્રાન્સ વચ્ચે કેટલાક પ્રોજેક્ટ માટે એમઓયુ થાય તેવી શક્યતાઓ પણ હાલ સેવાઈ રહી છે.HS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers