Western Times News

Gujarati News

બેંક ઊઠી જાય તો થાપણદારને પ લાખના વીમાનું સુરક્ષા કવચ

પ્રતિકાત્મક

નવી દિલ્હી, ૦૧ ફેબ્રુઆરીના રોજ રજૂ થયેલા વર્ષ ૨૦૨૧-૨૨ના બજેટમાં એક મહત્વની જાહેરાત કરતાં નાણાંમંત્રીએ બેંક ઉઠમણું કરે તેવી સ્થિતિમાં થાપણદારને મળતા વીમાની રકમ વધારીને ૫ લાખ રુપિયા કરી છે. અગાઉ આ રકમ માત્ર એક લાખ રુપિયા હતી. મતલબ કે, જાે કોઈ બેંક ઉઠમણું કરે તો થાપણદારને પોતાની ૧ લાખ રુપિયાથી વધુ જમા રકમમાંથી ઓછામાં ઓછા ૧ લાખ પરત મળતા હતા, હવે આ રકમ વધારીને ૫ લાખ કરાઈ છે.

સરકારે વિદેશી રોકાણકારોને આકર્ષવા માટે ટર્મ ડિપોઝિટ ઈન્શ્યોરન્સ કવર વધારીને ૫ લાખ રુપિયા કર્યું છે. આ ઉપરાંત, એફડીઆઈનું પ્રમાણ પણ ૪૯ ટકાથી વધારીને ૭૪ ટકા કરવાની મહત્વની જાહેરાત નાણાંમંત્રી ર્નિમલા સિતારમણે કરી છે.
ડિપોઝિટ ઈન્શ્યોરન્સને વધારીને ૫ લાખનો કરવાથી જાે બેંક કોઈ અણધારી મુસીબતમાં ફસાઈ જાય તો થાપણદારને તેની સામે પાંચ લાખ સુધીની સુરક્ષા મળશે. બેંક થાપણદારોની મૂડીને ફ્રીઝ કરે તેવી સ્થિતિમાં પણ વીમા કવચ મળી રહે તે રીતે તેને લાગુ કરવા માટે પણ સરકાર આયોજન કરી રહી છે. આજે રજૂ થયેલા બજેટમાં નાણાંમંત્રીએ વીમા ક્ષેત્રે પણ એફડીઆઈ વધારીને ૭૪ ટકા કરવાની દરખાસ્ત કરી છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.