Western Times News

Gujarati News

અમદાવાદ જિલ્લાની દસક્રોઈ રેન્જમાં નર દિપડાનું  વાહન અકસ્માતમાં મૃત્યુ

પ્રતિકાત્મક

અમદાવાદ જિલ્લાની દસક્રોઈ રેન્જના સરખેજ- બાવળા રોડ વિસ્તારના રેલવે ઓવરબ્રીજમાં આશરે 8 થી 9 વર્ષના નર દિપડાનું  વાહન અકસ્માતમાં મૃત્યુ નીપજ્યું છે એમ અમદાવાદ સામાજિક વનીકરણ વિભાગના નાયબ વનસંરક્ષકની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.

આ અંગે જાણ થતા વન વિભાગના સ્ટાફે સ્થળ પર જઈ મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરી હતી. વન વિભાગે દિપડાના મૃતદેહના વિશેરા લઈ વાઈલ્ડ લાઈફ કેર સેન્ટર, બોડકદેવ ખાતે મોકલી આપી બનાવની વધુ તપાસ હાથ ધરી છે.

યાદીમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે, દિપડાના વાહન અકસ્માતથી મૃત્યુ બાદ સ્ટાફને આસપાસના વિસ્તારોમાં ફરી વધુ તપાસ કરવાની સૂચના આપવામાં આવી છે, તેમ જ વન્યપ્રાણીઓ સાથેના અકસ્માત નિવારવા માટે જનજાગૃતિ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ડોક્ટર્સની પેનલે દિપડાનું પોસ્ટમોર્ટમ કરતા દિપડાનું વાહન અકસ્માતમાં મૃત્યું થયું હોવાનું ધ્યાને આવ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.