Western Times News

Gujarati News

પ્લાસ્ટીક વેસ્ટ વડે કરાયુ પેવર બ્લોકનું નિર્માણ

જીટીયુના સ્ટાર્ટઅપકર્તાઓની ઉમદા કામગીરી- આર્કોન કોમ્પોઝાઈટીસના કિશન પટેલ દ્વારા પ્લાસ્ટીક વેસ્ટ, ફલાય એસ અને સોલીડવેસ્ટનો ઉપયોગ કરીને પેવર બ્લોકનેું નિર્માણ કર્યુ

અમદાવાદ, સમગ્ર વિશ્વમાં પ્લાસ્ટીકનુૃ ઉત્પાદન અને તેના વપરાશમાં દિન-પ્રતિદિન વધારો થતો જાેવા મળી રહ્યો છે. પરંતુ વપરાશ પછી તેનો યોગ્ય નિકાલ કરવો એ બહુ મોટી સમસ્યા જાેવા મળી રહી છે. જે સમગ્ર માનવસૃષ્ટીના જીવનચક્ર માટે એક મોટો પડકાર છે.

પ્લાસ્ટીકનો યોગ્ય નિકાલ થાય તે હેતુસર, જીટીયુના સ્ટાર્ટઅપકર્તા કિશન પટેલ દ્વારા પ્લાસ્ટીક વેસ્ટ, ફલાય એસ અને સોલીડવેસ્ટનો ઉપયોગ કરીને પેવર બ્લોકનેું નિર્માણ કર્યુ છે. ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટીના (જીટીયુ) ના કુલપતિ પ્રો. ડો.નવીન શેઠેે જણાવ્યુ હતુ કે આજના સમયમાં પ્લાસ્ટીકનો યોગ્ય નિકાલ થવો એ સમગ્ર વિશ્વ માટે મોટી સમસ્યા છે. આ પ્રકારના સ્ટાર્ટઅપ તેનુુ નિરાકરણ છે

જ્યારે જીટીયુના કુલસચિવ ડો.કે.એન.ખેરેે પણ સ્ટાર્ટઅપકર્તાને સંશોધન બદલ બિરદાવ્યા હતા. આર્કોન કોમ્પોઝાઈટીસ પ્રોડક્ટ સ્ટાર્ટઅપના કિશન પટેલે આ સંદર્ભે જણાવ્યુ હતુ કે ફૂટપાથ અને જાહેર સ્થળો પર લગાવવામાં આવતા પેવર બ્લોકની જરૂરીયાતને ધ્યાનમાં રાખતા તેમજ આજના સમયમાં પ્લાસ્ટીકનો યોગ્ય નિકાલ થાય તે હેતુસર અમારા દ્વારા પ્લાસ્ટીક વેસ્ટ, ફલાય એસ, અને સોલીડવેસ્ટનો ઉપયોગ કરીને પેવર બ્લોકનું નિર્માણ કર્યુ. ર.૭પ કિલોના ૧ પેવર બ્લોક ૧પ ટન વજન સહન કરવાની ક્ષમતા ધરાવે છે.

શરૂઆતના ધોરણે રીસર્ચ કરવાના હેતુસર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જાેડેથી પીરાણા ડમ્પ સાઈટનું ર૦,૦૦૦ કિલો પ્લાસ્ટીક ખરીદવામાં આવ્યુ હતુ.હાલના સમયે આણંદ નગરપાલિકા પાસેથી ૭ રૂપિયા પ્રતિ કિલોના ભાવે પ્લાસ્ટીક વેસટ ખરીદીને પેવર બ્લોક બનાવવામાં આવે છે. પ્લાસ્ટીક સહિત તેમાં ટોરેન્ટમાંથી નીકળતી ફલાય એસ, અને મિકેનિકલ ઈન્ડસ્ટ્રીઝમાંથી સેન્ડ સ્વરૂપે નીકળતા વેસ્ટનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.