Western Times News

Gujarati News

મધ્યપ્રદેશ: સરકારી ઓફિસોની સફાઈ ગૌ મૂત્રથી બનેલા ફિનાઈલ વડે જ કરવાનો આદેશ

ભોપાલ, મધ્યપ્રદેશની સરકારે તમામ સરકારી કચેરીઓ માટે એવો આદેશ આપ્યો છે જે જાણીને ખુદ સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ આશ્ચર્યમાં પડી ગયા છે.

સરકારે આદેશમાં કહ્યુ છે કે, તમામ સરકારી કચેરીઓમાં સફાઈ માટે ગૌ મૂત્રથી બનેલુ ફિનાઈલ જ વાપરવાનુ રહેશે.હવે કેમિકલયુક્ત ફિનાઈલથી સરકારી કચેરીઓની સફાઈ કરવામાં નહીં આવે.આ આદેશ રાજ્યના જનરલ એડમિનિસ્ટ્રેશન વિભાગ દ્વારા બહાર પાડવામાં આવ્યો છે.

સરકારના આદેશની સોશિયલ મીડિયામાં ખાસી ચર્ચા થઈ રહી છે.કેટલાક લોકો તેની તરફેણ કરી રહ્યા છે તો કેટલાક લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે, આખરે આ પ્રકારનો આદેશ બહાર પાડવાની જરુર શા માટે પડી, શું સરકાર પાસે તેના કરતા વધારે સારો કોઈ આઈડિયા નહોતો….

જોકે સરકારના પશુપાલન મંત્રીએ આ નિર્ણયનો સ્વાગત કરતા કહ્યુ હતુ કે, આ નિર્ણય એટલા માટે લેવાયો છે કે, ગ મૂત્ર ફિનાઈલની ફેક્ટરીઓ લગાવવા માટે લોકોને પ્રોત્સાહન મળશે.સામાન્ય રીતે પશુપાલકો ગાયો દૂધ આપવાનુ બંધ કરી દે તે પછી તેને રસ્તા પર છોડી દેતા હોય છે પણ આ નિર્ણયના કારણે ગૌ મૂત્રથી બનતા ફિનાઈલનુ પ્રોડક્શન વધારવા માટે આવી ગાયોને રસ્તા પર છોડતા પહેલા વિચાર કરશે અને ગાયોની સ્થિતિ વધારે બહેતર બનશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.