Western Times News

Gujarati News

પીસીએના ટેન્ટમાં ટ્રક ધુસી જતા બે જવાનોના મૃત્યુ

બુલંદશહેર, બુલંદશહેરના સિકંદરાબાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં હાઇવે ૯૧ ખાતે ચાર નંબર કટથી યુ ટર્ન લેતી વખતે એક ટ્રક ડીસીએમથી ટકરાઇ અનિયંત્રિત થઇ પીએસીના ટેટમાં ધુસી ગઇ હતી આથી ટેંટમાં બેઠેલ ગાજિયાબાદ નિવાસી બે જવાનોના મૃત્યુ થયા હતાં જયારે કેટલાક અન્ય જવાનોને સામાન્ય ઇજા થઇ હતી.

આ અંગેની માહિતી મળતા પોલીસે બંન્ને જવાનોના શબ પોસ્ટમોર્ટમ માટે જીલ્લા હોસ્પિટલમાં મોકલી આપ્યા હતાં. કિસાન આંદોલનને કારણે કાનુન વ્યવસ્થાને યોગ્ય રીતે બનાવી રાખવા માટે સિકંદરાબાદમાં વિવિધ સ્થાનો પર પોલીસ દળ તહેનાત કરવામાં આવી છે.અહીં પીએસીના કેટલાક જવાન ફરજ પર હતાં આ દરમિયાન આજે સવારે ગાજિયાબાદ તરફખી આવી રહેવ એક ટ્રક ચાર નંબર કટથી યુ ટર્ન લઇ રહ્યું હતું ત્યારે પીએસીના ટેટમાં ઘુસી ગયું અને બે સિપાહી પ્રવીણ અને પ્રવીનના ઘટના સ્થળે જ મોત નિપજયા હતાં આ સાથે કેટલાક જવાનોને સામાન્ય ઇજા થઇ હતી આ ઘટનાની જાણ થતાં પોલીસ ધટના સ્થળે પહોંચી ગઇ હતી અને સિપાહીના શબને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતાં.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.