Western Times News

Gujarati News

કેનેડા, ન્યુઝિલેન્ડ, અમેરિકા અને બ્રિટનથી આવતા તમામ ફોન કોલ પર સરકારની નજર

નવી દિલ્હી, દેશની રાજધાની દિલ્હીમાં ચાલી રહેલા ખેડુત આંદોલનનાં પગલે કેનેડા, ન્યુઝિલેન્ડ, અમેરિકા અને બ્રિટનથી આવતા તમામ પ્રકારનાં ફોન કોલ પર નજર રાખવામાં આવી રહી છે, તે ઉપરાંત સોશિયલ મિડિયા પ્લેટફોર્મથી ખેડુત આંદોલન અંગેની દરેક ચર્ચાને સાયબર સેલ સહિતની સુરક્ષા એજન્સીઓ સુક્ષ્મ રીતે નજર રાખી રહી છે, સુરક્ષા એજન્સીઓ સહિત સાયબર એક્સપર્ટની લગભગ ત્રણ લોકોની સમર્પિત ટીમ આ કામ જોતરાયેલી છે.

કેટલાક લોકોની ચર્ચાને ખાસ રીતે ચિન્હીત પણ કરવામાં આવી રહી છે, અને તે લોકો વિશે થોડી પણ શંકા જાય તો તાત્કાલિક તેમની પુછપરછ કરવામાં આવી રહી છે.

ખેડુત આંદોલનને ખુબ જ ગંભીરતાથી લઇ રહેલી આ ટીમનાં સભ્યો દરેક સમયે તેનાં પર નજર રાખી રહ્યા છે, તેમાં સાયબર એક્સપર્ટ સહિતની સુરક્ષા એજન્સીઓ અને ગુપ્તચર એજન્સીઓનાં લગભગ ત્રણ હજાર લોકોનો સમાવેશ થાય છે. અને બધા જ દેશની રાજધાની અને વિવિધ રાજ્યોનાં પાટનગરમાં છે.

સુરક્ષા એજન્સીઓ માત્ર દિલ્હીનાં જ નહીં પણ પંજાબ, ઉત્તર પ્રદેશ, હરિયાણા, પશ્ચિમ બંગાળ અને કેરળ જેવા રાજ્યોમાં પણ એવા નાના-નાના તમામ કોલ પર નજર રાખી રહી છે, આંદોલનનાં સ્થળની આસપાસ પણ વિદેશથી આવતા કોલ્સ પર પણ કડક નજર રાખવામાં આવી રહી છે.

તે જ પ્રકારે આંદોલનમાં દરેક નાના-મોટા નેતાની પ્રવૃતિઓ પર પણ નજર રાખવામાં આવી રહી છે, આ સમગ્ર મુવમેન્ટ પર નજર રાખનારી ટીમનાં વડા અને ઉચ્ચ પોલીસ અધિકારીએ જણાવ્યું કે નેતાઓનાં સોશિયલ મિડિયા એકાઉન્ટ અને સ્થાનિક ગુપ્તચર એજન્સીઓનાં ઇનપુટનાં આધારે મોનિટર કરવામાં આવી રહ્યું છે, અધિકારીએ કહ્યું છે, શાંતિ વ્યવસ્થા જાળવી રાખવા માટે આવું કરવું જરૂરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.