Western Times News

Gujarati News

બીજેપીનું નામ હવે ‘ભૂમિગત જનવિરોધી પાર્ટી’ હોવું જોઇ, રાજકીયની સાથે સામાજિક બહિષ્કાર પણ શરુઃ અખિલેશ યાદવ

લખનૌ, ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે ખેડૂત આંદોલનનો ચારેય તરફ વિરોધનો સામનો કરી રહેલી મોદી સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે કહ્યું કે ભારતીય જનતા પાર્ટીમાં ડરનો માહોલ છે. બીજેપીનું નામ હવે ‘ભૂમિગત જનવિરોધી પાર્ટી’ હોવું જોઇએ.

અખિલેશ યાદવે ટ્વીટ કરી કહ્યું કે બીજેપીએ ખેડૂતો પર ક્રૂરતા અને જનતાના આક્રોશથી ડરી બીજેપીમાં રાજીનામાનો દૌર શરુ થઇ ગયો છે કારણકે ભાજપનો રાજનીતિની સાથે સામાજિક બહિષ્કાર પણ શરુ થઇ ગયો છે. ચારેય તરફ નફર વહેંચતી ફરતી બીજેપી જમનીદોસ્ત થઇ ગઇ છે.

ઉલ્લેખનીય છે કે કેન્દ્રની મોદી સરકારના ત્રણ નવા કૃષિ કાયદાના વિરોધમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનનો આજે 71મો દિવસ છે. પક્ષી પાર્ટીઓએ ખેડૂતના આંદોલનને સમર્થન જાહેર કર્યું છે. કેન્દ્રના નવા કાયદાનો વિરોધ કરી રહેલા ખેડુતોએ  દિલ્હીની બોર્ડર પર ડેરો જમાવ્યો છે. ખેડૂતોની વધતી જતી સંખ્યાને જોઇ દિલ્હી પોલીસે સુરક્ષાનો ચાંપતો બંદોબસ્ત ગોઠવ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.