Western Times News

Gujarati News

વડોદરાના વિદ્યાર્થીઓએ ઇન્ટરનેશનલ ઓલિમ્પીયાડમાં પોતાની પ્રતિભા દર્શાવી

વડોદરા, વિશ્વના સૌથી મોટા ઓલિમ્પીયાડ, સાયન્સ ઓલિમ્પીયાડ ફાઉન્ડેશન દ્વારા આયોજિત ઇન્ટરનેશનલ ઓલિમ્પીયાડ 2018-19માં વડોદરાના વિદ્યાર્થીઓએ ઇન્ટરનેશનલ રેંક મેળવી શહેરનું નામ રોશન કર્યું છે. ઓલીમ્પીયાડ પરીક્ષા 2018-19માં ત્રીસ દેશના 1400 શહેરોથી 50000 સ્કુલોના 50 લાખ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. વડોદરા શહેરના લગભગ 55 હજાર વિદ્યાર્થીઓએ આ ઓલિમ્પીયાડમાં ભાગ લીધો હતો.

ઇન્ટરનેશનલ મૈથમેટિક ઓલિમ્પીયાડમાં દિલ્લી પબ્લિક સ્કુલના ધોરણ બેની વિદ્યાર્થીણી આન્વી પોદ્દાર અને ઇન્ટરનેશનલ ઇંગ્લિશ ઓલિમ્પીયાડમાં નવરચના ઇન્ટરનેશનલ સ્કૂલના ધોરણ એકની વિદ્યાર્થીણી તનીષા શાહને ઇન્ટરનેશનલ રેન્ક એક મેળવતા ગોલ્ડ મેડલ, રોકડ ઇનામ તથા પ્રમાણપત્રથી સમ્માનિત કરવામાં આવ્યાં હતાં. ઇન્ટરનેશલ મૈથમેટિક ઓલિમ્પીયાડમાં દિલ્લી પબ્લિક સ્કુલના ધોરણ 4ના વિદ્યાર્થીણી કિલરૂ હાશિતા શ્રીનિવાસુ અને ઇન્ટરનેશનલ જનરલ નોલેજ ઓલિમ્પીયાડમાં યાજ્ઞિક વિદ્યાલયના ધોરણ 1ના વિદ્યાર્થી પરમાર રૂદ્રજીએ ઇન્ટરનેશનલ રેન્ક 2 પ્રાપ્ત કરવા પર સિલ્વર મેડલ, રોકડ ઇનામ તથા પ્રમાણપત્રથી સમ્માનિત કરવામાં આવ્યાં હતાં.

સાયન્સ ઓલિમ્પીયાડ ફાઉન્ડેશન(એસઓએફ) એ રાજધાની દિલ્હીમાં 2018-19માં શ્રેષ્ઠ પ્રદર્શન કરવા વાળા ઇન્ટરનેશલ ઓલિમ્પીયાડના વિજેતા વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓને સમ્માનિત કરવામાં આવ્યા, કાર્યક્રમનું આયોજન આંબેડકર ઇન્ટરનેશનલ સેન્ટર(ઓડિટોરિયમ) માં આયોજિત કરવામાં આવ્યું હતું. આ અવસર પર પૂર્વ મુખ્ય ન્યાયમૂર્તિ સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા જજ દીપક મિશ્રા હાજર હતા.

આ એવોર્ડ્સ કાર્યક્રમમાં 180 ઇન્ટરનેશનલ રેન્ક મેળવનાર વિદ્યાર્થીઓ એવોર્ડ્સથી સમ્માનિત કરવામાં આવ્યા. કાર્યક્રમમાં આંતરરાષ્ટ્રીય સ્તર પર ઇન્ટરનેશનલ રેન્ક એક પ્રાપ્ત કરનાર 60 વિદ્યાર્થીઓને 50-50 હજાર રોકડ, ગોલ્ડ મેડલ તેમજ પ્રમાણપત્ર, રેન્ક બીજો પ્રાપ્ત કરનાર 60 વિદ્યાર્થીઓને 25-25 હજાર રોકડ, સિલ્વર મેડલ તથા પ્રમાણપત્ર, અને રેન્ક ત્રીજો પ્રાપ્ત કરનાર 60 વિદ્યાર્થીઓને 10-10 હજાર રોકડ, બ્રોન્જ મેડલ તથા પ્રમાણપત્રથી સમ્માનિત કરવામાં આવ્યાં હતા.

જજ દીપક મિશ્રાએ વિદ્યાર્થીઓને સંબોધિત કરતાં જણાવ્યું કે જીવનમાં સૌથી જરૂરી છે સાહસ, કેટલી પણ તકલીફ આવે, પરિસ્થિતિ કેવી પણ હોય હિમ્મત અને સાહસ રહેશે તો મગજ કામ કરશે, ખરેખર ડર હોતો નથી, નકારાત્મક વિચાર વિકાસમાં અવરોધ, એક સારાં નેતાની ઓળખ, લોકો પોતે તેમની સાથે ચાલે છે અને તેમને સાંભળવાની આદત પાડો. તેઓએ ભારપૂર્વક કહ્યું કે દરેક ભારતીય નાગરિકનું કર્તવ્ય બને છે કે ભારતના કાયદાનું સમ્માન કરે. જજ દીપક મિશ્રાએ ઓલિમ્પીયાડ પરીક્ષાઓ પર જણાવ્યું કે આ પ્રકારની પરીક્ષા વિદ્યાર્થીઓની અંદરના ડર ને મારે છે અને સફળતા તરફ લઈ જાય છે.

આ દરમિયાન રણજીત પાંડેય, પ્રેસિડેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરીઝ ઓફ ઇન્ડિયા, વિ. રામાસ્વામી, ટાટા કન્સલ્ટેન્સી સર્વિસ આઈઓએનના ગ્લોબલ હેડ અને માઇકલ કિંગ, ડિરેક્ટર એક્ઝામિનેશન બ્રિટિશ કાઉન્સિલ વિશિષ્ઠ અતિથીના રૂપે હાજર હતાં.

આ અવસર પર એસઓએફના સહસ્થાપક તથા એક્ઝિક્યુટીવ ડિરેક્ટર શ્રી મહાબીર સિંહે જણાવ્યું કે એસઓએફ એ કેટલાક નવા કાર્યક્રમો પણ શરૂ કર્યા છે. તેમા ગર્લ્સ ચાઈલ્ડ સ્કોલરશીપ સ્કીમ હેઠળ આર્થિક રૂપે અશક્ત વર્ગની 300 પ્રતિભાશાળી બાળઓને વાર્ષિક સ્કોલરશીપ, અંગ્રેજી ભાષામાં શાનદાર પ્રદર્શન કરનાર 120 વિદ્યાર્થીનીઓને રોકડ સ્કોલરશીપ આપવી, વિદ્યાર્થીનીઓને કોમ્પ્યુટર પ્રોગ્રામમાં સમાવિષ્ટ થવા સિંગાપુર મોકલવી જેવા પ્રમુખ કાર્યક્રમ સમાવિષ્ઠ છે. તેઓએ વધુમાં જણાવ્યું કે એફઓએફ 2019-20માં ધોરણ 11-12ના વિદ્યાર્થીઓ માટે ઇન્ટરનેશનલ કોમર્સ ઓલિમ્પીયાડની શરૂઆત કરવા જઈ રહી છે જેમાં તેઓને બોર્ડની પરીક્ષાની તૈયારીમાં મદદ મળશે.

સાયન્સ ઓલિમ્પીયાડ ફાઉન્ડેશન છ ઓલિમ્પીયાડ પરીક્ષાનું આયોજન કરે છે જેમાં નેશનલ સાયન્સ ઓલિમ્પીયાડ, નેશનલ સાઇબર ઓલિમ્પીયાડ, ઇન્ટરનેશનલ ગણિત ઓલિમ્પીયાડ, ઇન્ટરનેશનલ ઇંગ્લિશ ઓલિમ્પીયાડ, ઇન્ટરનેશનલ જનરલ નોલેજ ઓલિમ્પીયાડ અને ઇન્ટરનેશનલ કંપની સેક્રેટરીઝ ઓલિમ્પીયાડનો સમાવેશ થાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.