Western Times News

Gujarati News

દેશમાં ૨૪ કલાકમાં ૧૧,૮૩૧ નવા કેસ નોંધાયા,૮૪ દર્દીનાં મોત

નવીદિલ્હી, ભારતમાં અત્યાર સુધીમાં કુલ ૫૮,૧૨,૩૬૨ લોકોને કોવિડ વેક્સીન આપવામાં આવી ચૂકી છે. બીજી તરફ, સોમવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૧૧,૮૩૧ નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-૧૯ના કારણે ૮૪ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૧,૦૮,૩૮,૧૯૪ થઈ ગઈ છે.

કોવિડ-૧૯ની મહામારી સામે લડીને ૧ કરોડ ૫ લાખ ૩૪ હજાર ૫૦૫ લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. ૨૪ કલાકમાં ૧૧,૯૦૪ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં ૧,૪૮,૬૦૯ એક્ટિવ કેસો છે. બીજી તરફ, અત્યાર સુધીમાં કુલ ૧,૫૫,૦૮૦ લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.
નોંધનીય છે કે, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ૈંઝ્રસ્ઇ)એ સોમવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, ૭ ફેબ્રુઆરી સુધીમાં ભારતમાં કુલ ૨૦,૧૯,૦૦,૬૧૪ કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, રવિવારના ૨૪ કલાકમાં માત્ર ૫,૩૨,૨૩૬ સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.

ગુજરાતના કુલ ૫૫૫ કેન્દ્રો ઉપર ૧૩,૬૨૫ વ્યક્તિઓને કોરોનાની રસી આપવામાં આવી હતી. અત્યાર સુધીમાં કુલ ૫,૫૫,૧૭૯ વ્યક્તિઓનું રસીકરણ પૂર્ણ થયું છે. અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીના કારણે ગંભીર આડઅસર જાેવા મળી નથી. ગુજરાતના કુલ ૫૫૫ કેન્દ્રો ઉપર ૧૩,૬૨૫ વ્યક્તિઓને કોરોનાની રસી આપવામાં આવી હતી. અત્યાર સુધીમાં કુલ ૫,૫૫,૧૭૯ વ્યક્તિઓનું રસીકરણ પૂર્ણ થયું છે. અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીના કારણે ગંભીર આડઅસર જાેવા મળી નથી.

૨૪ કલાકમાં અમદાવાદ કોર્પોરેશનમાં એક કોરોના દર્દીનું મોત નીપજ્યું હતું. આમ અત્યાર સુધીમાં કોરોના વાયરસના કારણે ૪૩૯૫ લોકોએ જીવ ગુમાવ્યો હતો. રાજ્યમાં વિવિધ જિલ્લાઓમાં કોરોના વાયરસની સ્થિતિ અંગે વાત કરીએ તો વડોદરા કોર્પોરેશનમાં ૬૪ કેસ, અમદાવાદ કોર્પોરેશનમાં ૫૩ કેસ, રાજકોટ કોર્પોરેશનમાં ૩૫ કેસ, સુરત કોર્પોરેશનમાં ૩૦ કેસ, વડોદરા શહેરમાં૧૧, મહેસાણામાં ૭ કેસ, રાજકોટાં ૭ કેસ, કચ્છમાં ૫ કેસ નોંધાયા હતા.
બીજી તરફ, આણંદમાં ૪, ગાંધીનગરમાં ૪ , ગાંધીનગર કોર્પોરેશનમાં ૪, જામનગર કોર્પોરેશનમાં ૪ કેસ, સાબરકાંઠામાં ૩ કેસ, ગીર સોમનાથમાં ૨ કેસ, જામનગરમાં ૨ કેસ, ખેડામાં ૨ કેસ, સુરતમાં ૨ કેસ, અમરેલીમાં ૧ કેસ, જુનાગઢમાં ૧ કેસ, જુનાગઢ કોર્પોરેશનમાં ૧ કેસ, મહિસાગરમાં ૧ કેસ, મોરબીમાં ૧ કેસ નોંધાયા હતા.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.