Western Times News

Gujarati News

પૂર્વ નોકરશાહો અને જજાેના બે સમૂહ કિસાન મુદ્દે આમને સામને

નવીદિલ્હી, કૃષિ કાનુનોની વિરૂધ્ધ ચાલી રહેલ કિસાન આંદોલનને લઇ પૂર્વ નોકરશાહો અને જજાેના બે સમૂહ આમને સામને આવી ગયા છે.કેટલાક દિવસ પહેલા ૭૫ સેવાનિવૃત નોકરશાહોએ એક ખુલ્લા પત્રમાં આરોપ લગાવ્યો હતો કે કિસાનોના વિરોધ પ્રદર્શન પ્રત્યે કેન્દ્રનો દ્‌ષ્ટિકોણ પ્રતિકૂળ અને ટકરાવવાળો રહ્યો છે હવે તેના જવાબમાં ૧૮૦ નિવૃત નોકરશાહો અને જજાેના સમૂહે દાવો કર્યો છે કે કિસાનોના આંદોલનને ખતમ કરવા માટે સરકારે ન્યુનતમ સમર્થન મૂલ્યની બાબતમાં કાનૂની આશ્વાસન આપવા અને કૃષિ કાનુનોને ૧૮ મહિના માટે નિલંબિ કરવાનો એક મધ્ય માર્ગ સુચવ્યો છે પરંતુ પૂર્વ નોકરશાહોના મસખરોનો એક સમૂહ હજુ પણ ભ્રામક વિમર્શ ગઢવાનો પ્રયાસ કરી રહ્યાં છે. જવાબ આપનારા ૧૮૦ લોકોમાં રોના પૂર્વ ચીફ સંજીવ ત્રિપાઠી પૂર્વ સીબીઆઇ નિદેશક નાગેશ્વર અને એસએસબીના પૂર્વ મહાનિદેશક અને ત્રિપુરાના પૂર્વ પોલીસ પ્રમુખ બી એલ વોહરા પણ સામેલ છે.

આ તમામે યાદી જારી કરી રહ્યું કે સરકારે કોઇ પણ સ્તર પર એ જાહેરાત કરી નથી ે અસલી અને વાસ્તવિક કિસાન દેશ વિરોધી છે તેમાં કહેવામાં આવ્યું છે કે ત્યાં સુધી કે ગણતંત્ર દિવસ પર તે લોકોની સાતે પણ અત્યંત સંયમિત રીતે વ્યવહાર કરવામાં આવ્યો જેમણે અપરાધીકરણમાં લિપ્ત થવા માટે કિસાનોના આંદોલનને એક અવસરના રૂપમાં ઉપયોગ કર્યો ફોરમ ઓફ કંસર્નડ સિટીજન્સના પૂર્વ નોકરશાહો દ્વારા ખુલ્લો પત્ર કરવાને રાજનીતિક રૂપથી પ્રેરિત બતાવતા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે અમે સેવાનિવૃત નોકરશાહોના મસખરોના એક સમૂહની પુરી રીતે ખોટા નિવેદનથી પરેશાન છીએ જેનો હેતુ એક ભ્રામક વિમર્શર્ બનાવવાનો છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ભોળા કિસાનોને એક એવી સરકારની વિરૂધ્ધ ઉશ્કેરવાની જગ્યાએ જેમની દ્‌ષ્ટિ તેમની સ્થિતિ સુધારવાની છે જવાબદાર સેવાનિવૃત નોકરશાહોને એ સમજવું જાેઇએ કે કેટલાક અંતર્નિહિત સંરચનાત્મક કમી છે જે ભારતીય કિસાનોને ગરીબ રાખી રહ્યાં છે.

સમૂહે કહ્યું કે જયારે સરકારે એક વચ્ચેેનો માર્ગ સુચવ્યો છે જેમાં કાનુનોના અમલીકરણને ૧૮ મહિના માટે નિલંબિત કરવા ન્યુનતમ સમર્થન મૂલ્ય જારી રાખવાની બાબતમાં કાનૂની આશ્વાસન અને પર્યાવરણ સંરક્ષણના મામલામાં કિસાનોની વિરૂધ્ધ દંડાત્મક જાેગવાઇવાળા કેટલા કાનુનોને પાછા લેવાનું સામેલ છે તો કાનુોને રદ કરવાની માંગ પર મક્કામ રહેવાનો કોઇ તર્ક નથી.

સમૂહે એ પણ અપીલ કરી છે કે રાષ્ટ્ર વિરોધી ષડયંત્રકારીઓ અને અવસરવાદી નેતાઓના ચુંગલમાં ફસાવવાની જગ્યાએ તમામને વાતચીત દ્વારા મુદ્દાના સદ્‌ભાવપૂર્ણ સમાધાન માટે કામ કરવું જાેઇએ આ નિવેદન પર રાજસ્થાનના ઉચ્ચ હાઇકોરટના પૂર્વ મુખ્ય ન્યાયમૂર્તિ અનિલ દેવ સિંહ કેરલના પૂર્વ મુખ્ય સચિવ આનંદ બોસ,જમ્મુ કાશ્મીરના પૂર્વ ડીજીપી એસ પી વૈદ એયર માર્શલ સેવાનિવૃત દુષ્યંત સિંહ એયર વાઇસ માર્શલ સેવાનિવૃત આર પી મિશ્રએ પણ સહી કરી છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.