Western Times News

Gujarati News

ખાલિસ્તાની સમર્થક એક આતંકીની મહારાષ્ટ્રમાંથી ધરપકડ

મુંબઇ, ખાલિસ્તાન સમર્થક એક આતંકવાદીને મહારાષ્ટ્‌ના નાંદેડ જીલ્લામાંથી ધરપકડ કરવામાં આવી છે.પંજાબની સીઆઇડી ટીમ અને મહારાષ્ટ્ર પોલિસે એક સંયુકત અભિયાનમાં આ ખાલિસ્તાની આતંકીની ધરપકડ કરી છે પરંતુ ભારત વિરોધી ગતિવિધિયોમાં તપાસ જારી હોવાને કારણે તેનો ખુલાસો કરાયો નથી ધરપકડ આતંકીની ઓળખ સરબજીતસિંહ કિરાતના રૂપમાં કરવામાં આવી છએ જે પંજાબના લુધિયાણા જીલ્લાનો છે પોલીસે એક નિવેદનમાં તેની માહિતી આપી છે.

આ પહેલા ઉત્તરપ્રદેશ પોલીસે પંજાબ પોલીસના સહયોગથી ખાલિસ્તાન સમર્થક આતંકી પરમજીત સિંહ પમ્મા અને મલતાની સિંહના સાથી જગદેવસિંહ ઉર્ફે જગ્ગાની ધરપકડક કરવામાં સફળતા હાંસલ કરી હતી જયારે પંજાબથી લખીમપુરના રસ્તે લખનૌ આવી રહ્યાં હતાં પંજાબ પોલીસ અને યુપી પોલીસે સોમવારે બપોરે તેને સચિવાલય ચાર રસ્તા સેકટર સી જાનકીપુરમથી પકડયો હતો પોલીસે તેની પાસેથી મોબાઇલ અને આઠસો રૂપિયા કબજે કર્યા હતાં જગદેવ સિંહ રાષ્ટ્રવિરોધી ગતિવિધિઓના અનેક મામલામાં ભાગેડુ હતો અને પંજાબ પોલીસ તલાશ કરી રહી હતી.

વિદેશથી આતંકી નાણાં પોષણ અને મધ્યપ્રદેશથી હથિયારોની તસ્કરીના મામલામાં અમૃતસરથી ફરાર થયેલ ખાલિસ્તાની આતંકી જગદેવસિંહને લખનૌ પોલીસે પકડયો હતો આતંકી અમૃતસરથી ભાગ્યો અને તે છુપાવવાની જગ્યા શોધી રહ્યો હતો જગરુપ સિંહથી મળેલ ઇનપુટ બાદ સ્પેશલ ઓપરેશન સેલના પોલીસ અધિકારીઓને તે લખનૌમાં હોવાની માહિતી મળી હતી બીજીબાજુ જગ્ગાને ટ્રાંજિટ રિમાંડ પર લઇ પંજાબ પોલીસ અમૃતસર માટે રવાના થઇ ગઇ. સંયુકત પોલીસ કમિશ્નર નીલાબ્જાએ કહ્યું કે જગ્ગા દિલ્હીથી લખીમપુર પહોંચ્યો ત્યાથી લખનૌ જઇ રહ્યો હતો પોલીસની પુછપરછમાં જગ્ગા ખાલિસતાની આતંકી પરમજીત અને મલતાનીસિંહનો નજીકનો રહ્યો છે. તેની સામે આર્મ્સ એકટ સહિત નવ કેસ છે તે બેવાર ગુરદાસપુર જેલમાં સજા કાપી ચુકયો છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.