Western Times News

Latest News from Gujarat

કેન્દ્ર સરકાર દેશની ૬ સરકારી કંપનીઓને તાળા મારવાની તૈયારીમાં છે

નવીદિલ્હી, દેશમાં હાલમાં ૩૦૦થી વધુ સરકારી કંપનીઓ છે. પરંતુ હવે સરકારે નોન-કોર સેક્ટરની સરકારી કંપનીઓના ખાનગીકરણ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો ર્નિણય લીધો છે. સાથે ખોટ કરી રહેલી સરકારી કંપનીઓને બંધ કરવામાં આવશે. કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે પીએસયુ કંપનીઓના ખાનગીકરણને લઈને બજેટમાં અનેક જાહેરાતો કરી છે. તેથી જ હવે એવું માનવામાં આવે છે કે પીએસયુ કંપનીઓની સંખ્યા ૩૦૦થી ઘટીને ૨૪ની આસપાસ આવી શકે છે. સરકારે નોન-કોર સેક્ટરની સરકારી કંપનીઓનું ખાનગીકરણ કરવાનો ર્નિણય લીધો છે. ખોટમાં ચાલતી સરકારી કંપનીઓ બંધ કરવામાં આવશે. નાણાંપ્રધાન ર્નિમલા સીતારામણે ૧ ફેબ્રુઆરીએ રજૂ કરેલા બજેટમાં અણુ ઉર્જા, સ્પેસ, સંરક્ષણ, પરિવહન, દૂરસંચાર, પાવર, પેટ્રોલિયમ, કોલસો, બેંકિંગ, વીમા નાણાકીય ક્ષેત્રને સ્ટેટેડિક ક્ષેત્ર ગણાવ્યા હતા.

એક અંગ્રેજી અખબારના સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, કેન્દ્રીય મંત્રીમંડળ નીતિ આયોગની ભલામણો પર આ અંગે ર્નિણય લેશે. નીતિ આયોગે એવી કંપનીઓને ઓળખવા કહેવામાં આવ્યું છે કે જેમાં સરકાર આગામી તબક્કામાં પોતાની વ્યૂહાત્મક ભાગીદારી વેચશે.

નિષ્ણાતો કહે છે કે સરકાર કોરોનાના કારણે ભાંગી પડેલી અર્થવ્યવસ્થાને ફરી પાટા પર લાવવા ખાનગી ક્ષેત્રને ભાગીદાર બનાવવા માંગે છે. આ સાથે વિદેશી રોકાણકારો ભારતમાં મોટા રોકાણ કરવાની તક મળશે. વિદેશી રોકાણકારો દેશમાં આવતા ભારતીય ઉદ્યોગો મજબૂત બનશે. તેથી નોકરીની વધુ તકો મળશે.

સંસદના છેલ્લા સત્રમાં, નાણાં રાજ્ય મંત્રી અનુરાગ સિંહ ઠાકુરે કહ્યું હતું કે, ૬ કંપનીઓને બંધ અંગે વિચારણા કરવામાં આવી રહી છે અને બાકીની ૨૦માં પ્રક્રિયા વિવિધ તબક્કામાં છે. જે કંપનીઓને બંધ કરવાની વિચારણા છે તેમા, હિન્દુસ્તાન ફ્લોરોકાર્બન લિમિટેડ , સ્કૂટર્સ ઈન્ડિયા, ભારત પંપ્સ અને કમ્પ્રેસર્સ લિમિટેડ, હિન્દુસ્તાન પ્રીફેબ, હિન્દુસ્તાન ન્યૂઝપ્રિન્ટ અને કર્ણાટક એન્ડ ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડ સામેલ છે. આ ઉપરાંત એલોય સ્ટીલ પ્લાન્ટ, દુર્ગાપુર, સેલમ સ્ટીલ પ્લાન્ટ, સેલની ભદ્રાવતી યુનિટ, પવન હંસ, એર ઇન્ડિયા અને તેની પાંચ સહાયક કંપનીઓ અને એક સંયુક્ત ઉપક્રમમાં રણનિતિક રીતે વેચવામાં આવશે.

સરકારનો મત છે કે એક જ ક્ષેત્રમાં વધુ સરકારી કંપનીઓ રહેતા હોવાથી બિનજરૂરી ખર્ચ થાય છે, જેને ઘટાડવા માટે ખાનગીકરણ નીતિનો આશરો લેવામાં આવી રહ્યો છે. ઘણાં બિન-આવશ્યક ક્ષેત્રો છે જેમાં સરકારી કંપનીઓનું કાર્ય જરૂરી નથી. આ માટે સરકાર કેટલીક સરકારી કંપનીનું ખાનગીકરણ કરશે. આ માટે સરકાર દ્વારા સમયમર્યાદા નક્કી કરવામાં આવશે.દેશમાં હાલમાં ૩૩૯ સેન્ટ્રલ પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝ એટલે કે કેન્દ્ર સરકારની કંપનીઓ છે. તેમા ધંધો કરી રહેલી ૨૫૭માંથઈ ૧૭૯ શેડ્યૂલ સીપીઆઈ કંપનીઓ છે. આ કંપનીઓમાં મેટલ, કેમિકલ, પેટ્રોકેમિકલ, ઉડ્ડયન, ખાતર, સંરક્ષણ, સ્પેસ, ઈન્ફ્રાસ્ટક્ટર, હેવી એન્જિનિયરિંગ, ઇલેક્ટ્રોનિક્સ, પરિવહન, તેમજ લોજિસ્ટિક્સ, વન-પર્યાવરણ, આરોગ્ય, નાણાં, વીમા, કાપડ, આવાસ જેવા ક્ષેત્રોની કંપનીઓનો સમાવેશ થાય છે. સરકાર આ કંપનીઓના ડિસઇન્વેસ્ટમેન્ટ માટેની તૈયારી કરી રહી છે અને તેના ડ્રાફ્ટ પર કામ ચાલી રહ્યું છે.HS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers