Western Times News

Gujarati News

સપ્તાહમાં ૪ દિવસ કામ અને ૧૨ કલાક પાળીને મંજૂરીની વિચારણા

નવી દિલ્હી, કેન્દ્ર સરકાર ખાનગી કંપનીઓને જલ્દીથી જ અઠવાડિયામાં ચાર દિવસ કામ અને ૧૨ કલાકની શિફ્ટ કરવાની મંજૂરી આપી શકે છે. જેમાં અઠવાડિયામાં ૪૮ કલાક કામ કરવાની મર્યાદા તો યથાવત રહેશે, પરંતુ એમ્પ્લોયરને અઠવાડિયામાં ૧૨ કલાકના ચાર વર્કિંગ, ૧૦ કલાકના પાંચ વર્કિંગ ડે કે પછી ૬-૭ કલાકના છ દિવસનો ઓપ્શન મળી શકશે.

લેબર સેક્રેટરી અપૂર્વ ચંદ્રાના જણાવ્યા અનુસાર, સરકાર કર્મચારીઓ કે પછી કંપનીઓને કોઈ દબાણ કરવા નથી માગતી. અમે તેમને ફ્લેક્સિબિલિટી આપવા ઈચ્છીએ છીએ. બદલાતા વર્ક કલ્ચર અનુસાર જાે કોઈ તેમાં ફેરફાર કરવા માગે તો તેમ કરી શકે તે માટે સરકાર વિચારી રહી છે.

આ જાેગવાઈ લેબર કોડનો જ એક હિસ્સો હશે, અને એકવાર તે લાગુ થઈ જાય ત્યારબાદ કંપનીઓને શિફ્ટના કલાકો અને વર્કિંગ ડેમાં કર્મચારીઓની સહમતિ સાથે ફેરફાર કરવા માટે સરકારની મંજૂરી નહીં લેવી પડે. સરકારે એ પણ સ્પષ્ટતા કરી છે કે જાે એમ્પ્લોયર વીકમાં ચાર વર્કિંગ ડે નક્કી કરે તો તેને ત્રણ દિવસ રજા આપવાનું ફરજિયાત રહેશે. તેવી જ રીતે જાે અઠવાડિયામાં પાંચ કામકાજના દિવસો હોય તો બે દિવસ રજા આપવી પડશે.

એક્સપર્ટ્‌સનું માનીએ તો નવા કાયદા લાગુ પડી જાય ત્યારબાદ એમ્પ્લોયર્સને ૮થી ૧૨ કલાકની શિફ્ટ નક્કી કરવાની છૂટ મળશે. તેઓ ડિમાન્ડ, ઈન્ડસ્ટ્રી તેમજ લોકેશન અનુસાર આ ર્નિણય લઈ શકશે. આ જાેગવાઈથી કંપનીઓના ખર્ચમાં ઘટાડો થાય તેવી પણ શક્યતા છે. વળી, સર્વિસ સેક્ટર તેના દ્વારા ઓફિસ સ્પેસ ઘટાડી રેન્ટમાં તેમજ અન્ય ખર્ચામાં પણ બચત કરી શકશે.

શિફ્ટના કલાકોમાં ફેરફાર કરવાની છૂટનો ફાયદો આઈટી, તેમજ શેરિંગ સર્વિસિસને થશે. આ સિવાય બેન્કિંગ તેમજ ફાઈનાન્શિયલ ઈન્ડસ્ટ્રીમાં પણ ૨૦-૩૦ ટકા લોકો લાંબા કામકાજના કલાક પસંદ કરી લાંબો બ્રેક પણ લઈ શકશે. આ સિવાય એચઆર તેમજ ફાઈનાન્સ ડિપાર્ટમેન્ટ્‌સ પણ આ ઓપ્શન અપનાવી શકે છે.

નવી જનરેશનના લોકો કામકાજ સાથે પોતાની જાતને ટાઈમ આપવાનું પણ ખાસ ધ્યાન રાખતા હોય છે ત્યારે આ કોન્સેપ્ટ તેમની પ્રોડક્ટિવિટી પણ વધારી શકે છે. આ જાેગવાઈનો દેશમાં કાર્યરત વિદેશી કંપનીઓ પહેલા અમલ કરે તેવી શક્યતા છે. આમ પણ કોરોનાકાળ દરમિયાન સર્વિસ સેક્ટરના અનેક કર્મચારીઓ વર્ક ફ્રોમ હોમ કરી રહ્યા છે, ત્યારે નવું મોડેલ અપનાવવામાં કંપનીઓને ખાસ સમસ્યા નહીં થાય તેમ મનાઈ રહ્યું છે.

જાેકે, કેટલાક લોકોનું એમ પણ માનવું છે કે ત્રણને બદલે બે શિફ્ટમાં કંપનીઓના કામ કરવાથી રોજગારીની તકોમાં ઘટાડો થશે. આ ઉપરાંત, ૧૨ કલાકની શિફ્ટ કરવાથી કર્મચારીની પ્રોડક્ટિવિટીમાં ઘટાડો થઈ શકે છે. આ ઉપરાંત તેના માટે વર્ક અને લાઈફ બેલેન્સ કરવા પણ મુશ્કેલ થાય તેવી પણ શક્યતા છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.