Western Times News

Gujarati News

PM ગુલામ નબી માટે રડ્યા, થોડું ખેડૂતો માટે રડી લે : સૌગત

નવી દિલ્હી: કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, તૃણમૂલ કોંગ્રેસ, નેશનલ કોન્ફ્રેન્સ, સહિતના વિરોધી પક્ષોએ સરકાર પર લોકતાંત્રિક રીત-ભાતને અવગણવાનો અને ગંગા-યમુનાની પરંપરાને તોડવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો. લોકસભાની કાર્યવાહી રાત્રે ૧ વાગ્યા સુધી ચાલી જેમાં સત્તાપક્ષ અને વિરોધ પક્ષના ઘણાં સાંસદોએ રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવની ચર્ચામાં ભાગ લીધો. આજે અંતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચર્ચામાં ઉઠેલા સવાલ પર જવાબ આપશે,

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી બજેટ પર પોતાની પાર્ટી તરફથી પહેલા વક્તા તરીકે પોતાનો અને પાર્ટીનો પક્ષ રજૂ કરશે. આભાર પ્રસ્તાવ પર બીજા દિવસની ચર્ચા દરમિયાન વિરોધ પક્ષે કહ્યું કે કેન્દ્રને ખેડૂતોની માંગ માનીને વાતચીત કરીને વિવાદિત ખેતી કાયદા સાથે જાેડાયેલા મામલાનું સમાધાન શોધવું જાેઈએ. જ્યારે ભાજપે કહ્યું કે મોદી સરકાર વસુધૈવ કુટુંબકમ અને સૌનો સાથ-સૌનો વિકાસની ભાવનાથી કામ કરી રહી છે, જ્યાં એક તરફ આર્ત્મનિભર ભારત અભિયાન દ્વારા દેશને મજબૂત કરવાનું કામ થઈ રહ્યું છે

તો બીજી તરફ અલગ-અલગ કલ્યાણ યોજનાઓ દ્વારા નવા ભારતના મૂળિયા રોપવાનું કામ થઈ રહ્યું છે. તૃણમુલ કોંગ્રેસના સૌગત રોયે કહ્યું કે આજે મે સાંભળ્યું કે બીજા ગૃહમાં વડાપ્રધાન કોંગ્રેસના નેતા ગુલામ નબી આઝાદના વિદાય ભાષણમાં રડી પડ્યા.

આ હૃદય ખેડૂતો માટે કેમ નહીં? ખેડૂતો માટે થોડું રડો. રાષ્ટ્રીય લોકતાંત્રિક પાર્ટીના હનુમાન બેલીવાલે કહ્યું કે ખેડૂતો થાકવાના નથી અને તમે આંદોલનને થકવી ના શકો. તેમણે સરકાર પર નિશાન તાકીને કહ્યું કે એવું ના થાય કે ૨૦૨૪માં તમારે વિપક્ષમાં બેસવું પડે.

અકાલી દળના સાંસદ હરસિમરત કૌર બાદલે કહ્યું કે અનાજ ઉત્પાદનનું પવિત્ર કામ કરનારા ખેડૂતોની વ્યાજબી માંગને લઈને કડકડતી ઠંડીમાં પાછલા ૭૦-૭૫ દિવસથી આંદોલન કરી રહ્યા છે, જેમાં બાળકો, વૃદ્ધો અને મહિલાઓ પણ છે. એઆઈએમઆઈએમ સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે દેશમાં આંદોલન થતા રહેશે અને સરકાર નાગરિકતા સંશોધન કાયદાના નિયમ બનાવશે, તેના કારણે ફરી લોકો રસ્તા પર ઉતરશે.

ચર્ચામાં ભાગ લઈને સત્તાપક્ષના રમેશ બિધૂડીએ આરોપ લગાવ્યો કે પ્રદર્શન કરી રહેલા સત્તાવાર ખેડૂત સંગઠનોના નેતા ભાકપા અને માકપાના લોકો છે. ભાજપના સાંસદ બિધૂડીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરીને દૈવી શક્તિ ગણાવ્યા અને કહ્યું કે તે દૂરદૃષ્ટિથી કામ કરે છે. તેમણે કોગ્રેસનું નામ લીધા વિના વિરોધ પક્ષ પર નિશાન સાધીને કહ્યું કે વડાપ્રધાન મોદી વસુધૈવ કુટુંબકમની ભાવનાથી કામ કરે છે અને આખા દેશને પોતાનું કુટુંબ માને છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.