Western Times News

Gujarati News

ફાસ્ટ એન્ડ ફ્યુરિયસમાં જાેન સીનાની શાનદાર એન્ટ્રી

મુંબઈ: હોલિવૂડની ફેમસ એક્શન સીરિઝ ફાસ્ટ એન્ડ ફ્યુરિયસની અપકમિંગ ફિલ્મ એફ-૯નું ટીઝર રીલિઝ કરી દેવામાં આવ્યું છે. આ ફિલ્મ ૨૦૨૧માં રીલિઝ થશે અને એક્શનથી ભરપૂર ટીઝર ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યું છે. ફિલ્મમાં ફરી એકવાર ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ ફેમિલી મેમ્બર એક સાથે જાેવા મળશે.

આ ૩૦ સેકન્ડના ટીઝરમાં ગત ફિલ્મ કરતાં પણ વધુ શાનદાર અને દમદાર એક્શન જાેવા મળશે. ફિલ્મનું મુખ્ય આકર્ષણ આ વખતે તો જાેન સીના જ હશે. ફિલ્મના ટીઝરની શરુઆતમાં વિન ડીઝલ અને મિશેલ રોડ્રિક્સની જાેડી પરસ્પર જૂની યાદો તાજા કરતા જાેવા મળે છે. જેમાં બતાવવામાં આવ્યું છે કે સમગ્ર પરિવાર એકસાથે જાેવા મળે છે. વિન ડીઝલનું કેરેક્ટર ટોરેટોનો ડાયલોગ શરુ થાય છે કે,

‘દુનિયા એક રીતે બદલે છે જાેકે, એક વસ્તુ છે જે હંમેશા એક જ રહે છે.’ જે પછી ખૂબ હાઈ સ્પીડ એક્શન જાેવા મળે છે. આ વખતે ફાસ્ટ એન્ડ ફ્યુરિયસની આ ફિલ્મમાં ટાયરીઝ ગિબ્સન, ક્રિસ બ્રિગેજ, સુંગ કાંગ, ચાર્લીઝ થેરોન, હેલન મિરેન, જાેર્ડાના બ્રૂસ્ટર, નેટલી ઈમેન્યુઅલ અને ખાસ રીતે જાેન સીના જાેવા મળશે. જસ્ટિન લિનના ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મ ૨૦૨૦માં જ રીલિઝ થવાની હતી પરંતુ કોરોના વાયરસના કારણે તેની રીલિઝ ટળી હતી. હવે ફિલ્મ આ વર્ષે ૨૮ મેના રોજ રીલિઝ થશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.