Western Times News

Gujarati News

અનિતાએ દીકરાને જન્મ આપ્યો, પતિએ ન્યૂઝ શેર કર્યા

યે હૈ મહોબ્બતે’ની એક્ટ્રેસ અનિતા હસનંદાની અને પતિ રોહિત રેડ્ડીના ઘરે ખુશીઓનું આગમન થયું છે. વાત એમ છે કે, એક્ટ્રેસે દીકરાને જન્મ આપ્યો છે. આ અનિતા અને રોહિતનું પહેલું સંતાન છે. પિતા બનવાના કારણે રોહિત સાતમા આસમાને ઉડી રહ્યો છે. એક્ટ્રેસે મંગળવારે એટલે કે ૯મી ફેબ્રુઆરીએ બાળકને જન્મ આપ્યો. રોહિત રેડ્ડીએ ઈન્સ્ટાગ્રામ પર તેની અને અનિતાની મેટરનિટી ફોટોશૂટ દરમિયાનની તસવીર શેર કરી છે અને ફેન્સ તેમજ ઈન્ડસ્ટ્રીના ફ્રેન્ડ્‌સને ગુડ ન્યૂઝ આપ્યા છે.

તસવીરમાં, અનિતા બેબી બમ્પ ફ્લોન્ટ કરતી જાેવા મળી રહ્યો છે જ્યારે રોહિત તેના ગાલ પર કિસ કરી રહ્યો છે. તસવીર પર એક નાનું ટી-શર્ટ છે, જેના પર લખ્યું છે ‘ઈટ્‌સ અ બોય’. આ સાથે નીચે તારીખ ૦૯/૦૨/૨૧ પણ લખ્યું છે. આ તસવીર પર કોમેન્ટ કરીને કરણવીર બોહરા, હિના ખાન, ભારતી સિંહ, કિશ્ચવર મર્ચન્ટ, સમીરા રેડ્ડી, રિદ્ધિ ડોગરા, નકુલ મહેતા, બરખા સેન ગુપ્તા, મધુરિમા તુલી, હેલી દારુવાલા, રાજ કુંદ્રા તેમજ એકતા કપૂર સહિતના સેલેબ્સે નવા-નવા માતા-પિતા બનેલા આ કપલને અભિનંદન પાઠવ્યા છે અને નવજાત બાળકને આશીર્વાદ આપ્યા છે. રોહિતે રેડ્ડીએ આ સિવાય ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં હોસ્પિટલમાંથી અનિતા સાથેની તસવીર શેર કરી છે.

જેમાં બંને એકબીજાનો હાથ પકડીને હસતા જાેવા મળી રહ્યા છે. રોહિતે આ સાથે લખ્યું છે કે, ‘આઈ લવ યુ બેબી. હંમેશા માટેની સૌથી સુંદર ક્ષણ. આ સિવાય સ્ક્રિપ્ટ રાઈટર તેમજ અનિતા અને રોહિતનો સારો મિત્ર એવા મુસ્તાક શેખે પણ અનિતા-રોહિત સાથેની બે તસવીર શેર કરી છે. જેમાંથી એક તસવીરમાં તેણે લખ્યું છે, ‘તે દીકરો છે. પ્રાઉડ મમ્મી અને પપ્પા સાથે’. બીજી તસવીરમાં લખ્યું છે. ‘મારી જાન અનિતા અને રોહિતને ત્યાં દીકરો આવ્યો’.

 

View this post on Instagram

 

A post shared by Rohit Reddy (@rohitreddygoa)

આ બંને તસવીર હોસ્પિટલની અંદરની છે. અનિતા હસનંદાની માટે બેબી શાવર યોજનારી એકતા કપૂર પણ ખૂબ ખુશ છે. તેઓ તમામ હોસ્પિટલમાં પહોંચ્યા તે પહેલાનો એક વીડિયો શેર કર્યો હતો.

જેમાં તે કહી રહી છે કે, મારા જીવનની સૌથી સુંદર ક્ષણ હકીકતમાં બીજી સુંદર ક્ષણ અમે ખૂબ ઉત્સાહિત છીએ. અનિતાની ડિલિવરી થયા બાદ તેણે વધુ એક વીડિયો શેર કર્યો હતો. જેમાં તે કહી રહી છે કે, ‘ટીમ અનિતા અહીંયા છીએ અને અમે હવે દીકરાના માતા-પિતા છીએ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.