Western Times News

Gujarati News

પ્રાંતિજના ઇસમનો ક્રેડિટ કાર્ડનો નંબર ઉપયોગ કરી 3 લાખની ઓનલાઈન ખરીદી કરી

પ્રતિકાત્મક

પ્રાંતિજ: સાબરકાંઠા-જિલ્લાના પ્રાંતિજ ના ઇસમ નો ક્રેડિટ કાર્ડ નો નંબર ઉપયોગ કરી ૨૯૧૩૬૦ રૂપિયા ની ઓનલાઈન ખરીદી કરી લેતા કાર્ડ ગ્રાહક ઇસમ દ્રારા પ્રાંતિજ પોલીસ સ્ટેશન મા અજાણ્યા ઇસમ વિરૂધ્ધ પોલીસ ફરીયાદ કરી .

પ્રાંતિજ પોલીસ સ્ટેશન મા પ્રાંતિજ ખાતે રહેતા કેતન કુમાર બળવંતરાય પંડયા ઉ.વર્ષ-૪૬ કે તેવો પોતે ડ્રાઈવીંગ કરીને પોતાના પરિવાર નુ ગુજરાન ચલાવે છે અને તેવો અવરનવર બહાર જવાનું હોય એટલે તેવો પાસે રહેલ ક્રેડિટ કાર્ડ માથી ફાસ્ટટ્રેક તથા મોબાઇલ રિચાર્જ માટે ઉપયોગ કરતા હતા અને તેઓ એ આ કાર્ડ પોતાનું ના હોય

તે માટે કસ્ટમર કેર મા સંબંધિત કર્મચારી ને ક્રેડિટ કાર્ડ બધ કરવા માટે રજુઆત કરી હતી અને ૧૯|૧|૨૦૨૧ ના રોજ તેમના મોબાઇલ ઉપર ફોન આવ્યો અને વિશ્વાસ મા લઈ ને તમારા મોબાઇલ મા ઓટીપી આવશે જે ઓટીપી તમે અમોને આપશો એટલે તમારા ખાતામા ૬૦૦૦ રિફંડ થઈ જશે તેવી વાત વિશ્વાસ મા લઈ ચાર વખત ઓટીપી નંબર ચાલુ ફોને આપેલ અને મારા ખાતામાંથી ૩૬,૩૬૦ , ૮૫,૦૦૦ , ૮૫,૦૦૦ ,૮૫,૦૦૦ મળી કુલ-૨૯૧૩૬૦ કપાઇ જતા

ઓનલાઈન ખરીદી કરી મારી સાથે વિશ્વાસ ધાત તથા છેતરપીંડી કરી ગુનો કરતા આ અંગેની ફરીયાદ પહેલા હિંમતનગર સાયબર ક્રાઇમ મા આપ્યા બાદ પ્રાંતિજ પોલીસ સ્ટેશન મા પણ અજાણ્યા ઇસમ વિરૂધ્ધ પોલીસ ફરીયાદ કરતા પ્રાંતિજ પોલીસે અજાણ્યા ઇસમ વિરૂધ્ધ ગુનોનોધી આગળ ની તપાસ હાથ ધરી છે .


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.