Western Times News

Gujarati News

ટાન્ઝાનિયા માં રહસ્યમય બિમારીએ દસ્તક દીધી, અત્યાર સુધીમાં 15 લોકોનો લીધો ભોગ

નવી દિલ્હી, કોરોના વચ્ચે એક રહસ્યમય બિમારીએ ટાન્ઝાનિયા માં દસ્તક દીધી છે. આ અજાણી બિમારીની ચપેટમાં અત્યાર સુધીમાં 15 લોકોના મોત થઈ ચુક્યા છે જ્યારે 50થી વધારે લોકો આ બિમારીથી પીડિત છે. આ અજાણી બિમારીમાં દર્દીને લોહીની ઉલ્ટિ થાય છે અને પછી તેનું મોત થઈ જાય છે.

આ બિમારીનો ખુલાસો કર્યો તે મેડિકલ ઓફિસરને સરકારે સસ્પેન્ડ કરી દીધાં છે. ટાન્ઝાનિયા ના મેડિકલ ઓફિસર કિંસાદૂએ જણાવ્યું કે, તેમની પાસે સંક્રમણની તપાસ કરવા માટે જે બ્લડ સેમ્પલ હતા તેના આધાર પર તે એ નિષ્કર્ષ પર પહોંચી હતી.

જ્યારે ટાન્ઝાનિયા ના સ્વાસ્થ્ય મંત્રાલયે કોઈ મહામારી કે સંક્રમણના પ્રકોપથી ઈનકાર કરી દીધો. મંત્રાલય તરફથી જણાવવામાં આવ્યું કે, લોકો વચ્ચે અનાવશ્યક ડર ઉભો કરવા માટે કિસાંદૂને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સ્થાનિક મીડિયા રિપોર્ટ અનુસાર કિસાંદૂએ જણાવ્યું કે, આ અજાણી બિમારીથી મોટાભાગે પુરુષો પીડિત છે. તેમને પેટ અને અલ્સરની તકલીફ થઈ અને વધારે હાર્ડ ડ્રિંક, સિગરેટ નહી પીવા માટે કહેવામાં આવ્યું હતું.

આ આજાણી બિમારીથી અનેક લોકોને તાવ, ઉલ્ટિ અને પેટમાં દુ:ખાવાની સમસ્યા થઈ રહી છે. તેને લઈને ત્યાંની સરકાર ટોચના ડોક્ટર અને કેમિસ્ટ દ્વારા ત્યાંના લોકોના લોહી અને પાણીની તપાસ કરાવશે જેથી મરકરી પ્રદુષણની તપાસ કરી શકાય.

જ્યારે બીજી તરફ ડોક્ટક કિસાંદૂને સસ્પેન્ડ કરવા પર સ્પષ્ટતા કરતા આરોગ્ય મંત્રીએ જણાવ્યું કે, કિસાંદૂને લોકોમાં ભય ફેલાવવાના કારણે 10 દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેમણે તેના પર લોકોને ધ્યાન નહી આપવાની અપીલ કરી છે. સ્વાસ્થ્ય મંત્રીએ દેશના મેડિકલ કાઉન્સિલને સમગ્ર મામલાની તપાસ કરવાનો આદેશ આપ્યો છે પરંતુ તેને રહસ્યમય બિમારી માનવાનો ઈનકાર કરી દીધો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.