Western Times News

Latest News from Gujarat

મીડિયા અને એક્ટિવિસ્ટના ટ્‌વીટરે એકાઉન્ટ બંધ ન કર્યા

નવી દિલ્હી, કેન્દ્ર સરકારના આદેશ પર ટિ્‌વટરે છેલ્લા લગભગ ૧૦ દિવસમાં ઘણા એકાઉન્ટ્‌સ બ્લોક કર્યા છે. જ્યારે ટિ્‌વટરે સરકારના આદેશ પર કેટલાક નવા મીડિયા સમૂહ, પત્રકારો, એક્ટિવિસ્ટ્‌સ અને રાજનેતાઓના એકાઉન્ટ પર રોક લગાવી નથી.

ટિ્‌વટરનું કહેવું છે કે, અમે એટલા માટે આ એકાઉન્ટ્‌સ પર રોક લગાવી નથી કે અમારું માનવું છે કે આ ભારતીય કાયદા હેઠળ અભિવ્યક્તિની સ્વતંત્રતાને અવરોધે છે. ટિ્‌વટરે એક બ્લોક પોસ્ટમાં જણાવ્યું કે, અમે ઇલેક્ટ્રોનિક્સ એન્ડ આઇટી મિનિસ્ટ્રીને તેમની તરફથી લેવામાં આવેલા પગલાંની જાણકારી આપી છે.

બુધવારે બ્લોગ પોસ્ટમાં ટિ્‌વટરે દુનિયાભરમાં ફ્રી સ્પીચ માટે પેદા થઇ રહેલાં ખતરાને લઇને ચિંતા વ્યક્ત કરી. ટિ્‌વટરે કહ્યું કે, દુનિયાભરમાં ઇન્ટરનેટ અને ખુલ્લી અભિવ્યક્તિ સામે પડકાર ઊભો થયો છે. નવી દિલ્હીમાં થયેલી હિંસા બાદ બતાવવા માગે છે કે ભારતમાં અમારા સિદ્ધાંત અને નિયમ શું છે. ટિ્‌વટર સમગ્ર દુનિયામાં અભિવ્યક્તિની આઝાદીના માહોલમાં સારું કરવા માગે છે. અમે ભવિષ્યમાં પણ અમારી સેવાઓને સારી કરવાના પ્રયાસ કરતાં રહીશું. જેથી લોકો જાહેર સંવાદમાં સુરક્ષિત અને સારું ફીલ કરી શકે. ટિ્‌વટરનું કહેવું છે કે, ૨૬મી જાન્યુઆરીએ થયેલી હિંસા બાદ તેણે તમામ કમેન્ટ્‌સ, ટ્રેન્ડ્‌સ, ટિ્‌વટ્‌સ અને એકાઉન્ટ્‌સ વિરુદ્ધ એક્શન લીધા છે. લગભગ ૫૦૦થી વધુ એકાઉન્ટ્‌સ એવા છે, જેના સ્પેમ હોવું અથવા ખોટી માહિતી આપવાને લીધે એક્શન લેવામાં આવ્યા છે. આઇટી મિનિસ્ટ્રીના અનુરોધ પર તેણે ધૃણા ફેલાવનારા ઘણા હેશટેગ્સની વિજિબિલિટીને ઘટાડવાનું કામ કર્યું છે.SSS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers