Western Times News

Gujarati News

મોદી અને ઇમરાન કિસાનોના દુશ્મન: પીએમએલએનના અધ્યક્ષ

લાહૌર, પાકિસ્તાનના રાયવિંડમાં પોલીસે પાકિસ્તાન કિસાન ઇત્તેહાદ (પીકેઆઇ) સંગઠનના અધ્યક્ષ ચૌધરી અનવરને તેમના નિવાસથી હિરાસતમાં લેવામાં આવ્યા કિસાન નેતાએ પ્રાંતીય રાજધાનીમાં લગભગ ત્રણ મહીના પહેલા ( નવેબર ૨૦૨૦)માં વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ કર્યું હતું આ દરમિયાન પ્રદર્શનકારીઓમાંથી એક અશફાક લૈગ્રિયલની પોલીસ સાતે ઝપાઝપી થઇ હતી અને તેમનું મૃત્યુ થયું હતું આ પ્રદર્શનમાં ચૌધરી અનવરે પ્રતિ કિલો ૪૦,૦૦૦ ઘઉના સમર્થન મૂલ્ય અને ધઉ માટે ૩૦૦ રૂપિયા પ્રતિ કિલોગ્રામની માંગ કરી હતી આ ઉપરાંત ખેતીના નવકુપો માટે પાંચ રૂપિયા પ્રતિ યુનિટના દરથી ફલેટ વિજળીના દરની માંગ કરી હતી.

જાે કે પીકેઆઇ નેતાની ધરપકડ પર સંગઠન તરફથી કોઇ સત્તાવાર નિવેદન આપ્યું નથી પાકિસ્તાન મુસ્લિમ લીગ નવાજે આરોપ લગાવ્યો કે પોલીસની કાર્યવાહીનો હેતુ અનવરને તે અરજીને પાછા લેવા માટે મજબુર કરવાનો છે જે તેમણે પ્રદર્શનકારીના મોત પર પોલીસની વિરૂધ્ધ હત્યાનો મામલો દાખલ કરવા માટે દાખલ કર્યો હતો પીએમએલએનના અધ્યક્ષ રાણા સનાઉલ્લાહ ખાને અહીં કહ્યું કે પંજાબ સરકાર હત્યાના મામલામાં અરજી પાછી લેવા માટે ચૌધરી અનવર પર દબાણ કરી રહી છે તેમના સતત ઇન્કાર કરવા પર રાયવિંડ પોલીસે તેમને તેમના નિવાસથી ધરપકડ કરી લીધી.

તેમણે કહ્યું કે પાકિસ્તાનની કઠપુતલી સરકાર ધરપકડના માધ્યમથી કિસાનોના નેતૃત્વને પરેશાન કરી રહી છે તેમણે કહ્યું કે ભારતમાં મોદી અને પાકિસ્તાનમાં ઇમરાન ખાન કિસાન સમુદાયના શત્રુ બની ગયા છે.બીજીબાજુ પોલીસ સુત્રોનું કહેવુ છે કે ચૌદરી અનવરને રાયવિંડ પોલીસે મુલ્તાનથી એક વિદેશી પાકિસ્તાનીની ફરિયાદ પર ધરપકડ કરી છે.

વિદેશીએ આરોપ લગાવ્યો છે કે તેણે કિસાન નેતાને એક કૃષિ પરિયોજના માટે કેટલીક મશીનરી ઉપરાંત ૩૨ લાખ રૂપિયા રોકડ આપ્યા હતાં પોલીસે ફરિયાદકર્તાનું નામ ન બતાવતા કહ્યું કે પીડિત દ્વારા પોતાના પૈસા પાછા માંગવા પર અનવરે કહેવાતી રીતે તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.