Western Times News

Latest News from Gujarat

વિરોધ કરતા કોંગીના અધીર રંજન ઉપર મોદી ગુસ્સે થયા

નવી દિલ્હી, લોકસભામાં રાષ્ટ્રપતિના ભાષણ પર ચર્ચાનો જવાબ આપતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવા કૃષિ કાયદાથી લઈને અલગ-અલગ મુદ્દાઓ અંગે વાત કરી હતી. કૃષિ કાયદાને લઈને વડાપ્રધાન મોદી બોલી રહ્યા હતા ત્યારે કોંગ્રેસે હોબાળો મચાવ્યો હતો. કોંગ્રેસી નેતા અધીર રંજન ચૌધરી ટોકવા લાગ્યા હતા. આના પર વડાપ્રધાન પહેલા તો હસ્યા અને તેમને ચૂપ કરાવ્યા હતા. મોદીએ સ્પીકરને કહ્યું હતું કે આ બધુ ચાલતું રહેવું જાેઈએ પરંતુ જ્યારે અધીર રંજન વધારે ટોકવા લાગ્યા હતા તો મોદી ગુસ્સે થઈ ગયા હતા.

આ હંગામો ત્યારે થયો જ્યારે વડાપ્રધાન મોદીએ ભાષણ દરમિયાન કહ્યું હતું કે, મંડી બંધ થઈ નથી કે નથી એમએસપી બંધ થઈ. એટલું જ નહીં આ કાયદા આવ્યા બાદ એમએસપી અંતર્ગત ખરીદી વધી છે. મોદીએ કહ્યું હતું કે સરકાર ખેડૂતોની પ્રત્યેક વાત સાંભળવા માટે તૈયાર છે અને જાે કોઈ પણ ઉણપ છે તો અમે તેને દૂર કરવા માટે તૈયાર છે.

અધીર રંજન ચૌધરી ઊભા થઈ ગયા હતા અને વિરોધ કરવા લાગ્યા હતા. ત્યારે વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, આ હોબાળો અને આ અવરોધ નાંખવાનો પ્રયાસ એક યોજનાબદ્ધ રણનીતિ અંતર્ગત થઈ રહ્યું છે. જેવી રીતે બહાર હોબાળો થઈ રહ્યો છે તેવી જ રીતે અંદર પણ થઈ રહ્યો છે પરંતુ તેનાથી તમને લોકોનો વિશ્વાસ પ્રાપ્ત નહીં થાય. પહેલા જે વ્યવસ્થા હતી, તેમાંથી કંઈ પણ આ કાયદાએ છીનવી લીધી છે શું. બધું જ જૂના જેવું છે. નવું છે તે તેના વિકલ્પ તરીકે છે. ખેડૂત જ્યાં વધારે ફાયદો થશે ત્યાં જશે, એવી વ્યવસ્થા કરવામાં આવી છે. મોદીએ અધીર રંજનને ટોક્યા અને કહ્યું હતું કે, હવે આ વધારે થઈ રહ્યું છે. બંગાળમાં પણ ટીએમસી કરતા વધારે પબ્લિસિટી તમને મળી જશે. અધીર રંજનજી પ્લીઝ, સારું નથી લાગતું. હું તમારો આદર કરું છું.

હદથી વધારે આગળ કેમ વધો છો. આ નવા કાયદા કોઈ માટે બંધનકારી નથી. તેમના માટે વિકલ્પ આપવામાં આવ્યો છે. જાે કંઈ પણ થોપી દેવામાં આવ્યું હોત તો અમે માની લીધું હોત. આંદોલનની નવી રીત છે. આંદોલનજીવી આવી જ રીત અપનાવે છે. આવું થશે તો આવા પરિણામો આવશે. આ રીતે ભય ઊભો કરીને આગ લગાડવાનું કામ કરે છે.SSS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers