Western Times News

Gujarati News

AMCની ચૂંટણીની મતગણતરી ગુજરાત કોલેજ અને એલ.ડી. ખાતે યોજાશે

કોરોનાની તમામ આચારસંહિતાનું પાલન થશે – કલેક્ટર શ્રી સંદીપ સાગલે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની યોજાનાર ચૂંટણીની મતગણતરી ગુજરાત કોલેજ અને એલ.ડી.એન્જિનિયરીંગ કોલેજ ખાતે યોજાશે તેમ જિલ્લા કલેક્ટર શ્રી સંદીપ સાગલેએ આજે જણાવ્યું છે.

ચૂંટણી અંગેની કામગીરીની સમીક્ષા બેઠકમાં અધ્યક્ષસ્થાનેથી શ્રી સાગલેએ જણાવ્યું હતું કે, મતગણતરી દરમિયાન કોરોના મહામારીની તમામ આચારસંહિતાનું પાલન કરવામાં આવશે. જેમાં મતગણતરી કેન્દ્રો ખાતે ફરજ બજાવનાર કર્મચારીઓનું ટેસ્ટીંગ, માસ્ક વિતરણ તથા તમામે તમામ સાધનોનું સેનેટાઈઝેશન કરવામાં આવશે.

મતગણતરીના કાર્યની અગત્યતા જણાવી શ્રી સાગલેએ વધુમાં જણાવ્યું હતું કે, મતગણતરીના તમામ સ્ટેજનું માઇક્રોપ્લાનીંગ કરવામાં આવી રહ્યું છે. પુરતો પોલીસ બંદોબસ્ત તથા ફાયર બ્રિગેડ જેવી વ્યવસ્થા પણ તૈનાત રખાશે.

આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર શ્રી હર્ષદ વોરા તથા સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.