Western Times News

Gujarati News

પશ્ચિમ રેલ્વે દ્વારા ઓખા-એર્નાકુલમ સાપ્તાહિક ક્લોન સ્પેશિયલ ટ્રેનના 4 રાઉન્ડનું સંચાલન

Files photo

રેલ્વે મંત્રાલય દ્વારા ખાસ રૂટો પર મુસાફરોની વધુ માંગને ધ્યાનમાં રાખીને, ઓખાથી એર્નાકુલમ જંકશન સ્ટેશન વચ્ચે ક્લોન સ્પેશિયલ ટ્રેનના 4 રાઉન્ડ ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી શ્રી સુમિત ઠાકુર દ્વારા જારી કરાયેલ એક પ્રેસ રિલીઝ મુજબ, ટ્રેન નંબર 06437/06438 ઓખા-એર્નાકુલમ-ઓખા સાપ્તાહિક ક્લોન સ્પેશિયલ ટ્રેન સંપૂર્ણ રીતે અનામત રહેશે. આ ટ્રેનની વિગતો નીચે આપેલ છે: –

·         ટ્રેન નંબર 06437/06438 ઓખા-એર્નાકુલમ જંકશન સાપ્તાહિક ક્લોન સ્પેશિયલ [4 રાઉન્ડ]

ટ્રેન નંબર 06437 ઓખા-એર્નાકુલમ જંકશન સાપ્તાહિક ક્લોન સ્પેશિયલ ટ્રેન દર બુધવારે 06.45 કલાકે ઓખાથી ઉપડશે અને બીજા દિવસે 23.55 કલાકે એર્નાકુલમ જંકશન પહોંચશે. આ ટ્રેન 17 ફેબ્રુઆરી અને 24 ફેબ્રુઆરી 2021 ના ​​રોજ દોડશે. આવી જ રીતે, ટ્રેન નંબર 06438 એર્નાકુલમ જંકશન – ઓખા સાપ્તાહિક ક્લોન સ્પેશિયલ ટ્રેન એર્નાકુલમ જંકશનથી દર રવિવારે 19.35 કલાકે ઉપડશે અને ત્રીજા દિવસે 16.40 કલાકે ઓખા પહોંચશે. આ ટ્રેન 14 ફેબ્રુઆરી અને 21 ફેબ્રુઆરી 2021 ના ​​રોજ ચાલશે.

આ ટ્રેન બંને દિશામાં દ્વારકા, ખંભાળીયા, જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ, આણંદ, વડોદરા, અંકલેશ્વર, સુરત, વલસાડ, વાપી, વસઈ રોડ, ભિવંડી રોડ, પનવેલ, માનગાંવ, રત્નાગીરી, કનકાવલી, થિવિમ, મડગાંવ, કરવાર, હોન્નાવર, ભટકલ, બંડુર, કુંડાપુરા, ઉડુપી, સુરતકલ, મંગ્લોર જંકશન, કાસરગોદ, કાન્હાંગદ, પયનુર, કન્નુર, ટેલિચેરી, વડકારા, ક્વિલાંડી, કોઝિકોડ, પરપનગડી, તિરુર, કુટ્ટીપુરમ, પટામ્બી, શોરાનુર, થિસુર અને અલુવા સ્ટેશનો પર રોકાશે. ટ્રેન નંબર 06437નું કન્નપુરમ અને ફેરોક સ્ટેશનો પર વધારાના સ્ટોપ રહેશે. ટ્રેનમાં એસી 3 ટાયર, સ્લીપર ક્લાસ અને સેકન્ડ ક્લાસ સીટિંગ કોચ રહેશે.

ટ્રેન નંબર 06437 નું બુકિંગ 11 ફેબ્રુઆરી, 2021 થી નિયુક્ત પીઆરએસ કાઉન્ટર્સ અને આઈઆરસીટીસી વેબસાઇટ પર શરૂ થશે. ઉપરોક્ત ટ્રેન ખાસ ભાડા સાથે સંપૂર્ણ આરક્ષિત ટ્રેન રૂપે દોડશે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.