Western Times News

Gujarati News

અંદાજે ૨ લાખ ભાજપના કાર્યકરોએ ચૂંટણી લડવાની ઈચ્છા દર્શાવી

એક સીટ માટે ૨૦થી વધુ કાર્યકરોએ ટિકિટ માગી -ભાજપ દ્વારા સીનિયર કાર્યકર્તા, યુવાનો તેમજ બહેનોને પ્રાધાન્ય

ગાંધીનગર, ૮૧ નગરપાલિકા, ૩૧ જિલ્લા અને ૨૩૧ તાલુકા પંચાયતોની ચૂંટણીઓમાં ઉમેદવારી ફોર્મ ભરવા માટે બુધવારથી શનિવાર સુધી એમ ચાર દિવસનો જ સમય બાકી રહ્યો છે. તેવામાં કોંગ્રેસમાંથી ઉમેદવારોએ ફોર્મ ભરવાનુ શરૂ કર્યું છે જ્યારે ભાજપના બુધવારે જિલ્લાદીઠ સંસ્થા અનુસાર ૮૪૭૪ ઉમેદવારોની યાદીઓ જાહેર કરશે.

તેવામાં આજે ભાજપના ઉમેદવારનાં લિસ્ટની જાહેરાત પહેલાં પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે પ્રેસ કોન્ફરન્સને સંબોધન કર્યું હતું. સીઆર પાટીલે મીડિયાને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, દરેક સીટ માટે ૩ની પેનલ બનાવવામાં આવી હતી. અને પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ આ પેનલો લઈને આવવામાં આવી હતી. જે બાદ બોર્ડમાં ઉમેદવારોનું લિસ્ટ નક્કી કરી દેવામાં આવ્યું છે. સીનિયર કાર્યકર્તાઓ, યુવાનો અને બહેનોને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે.

૩૧ જિલ્લા પંચાયતની ૯૮૦ બેઠકો, ૨૩૧ તાલુકા પંચાયતની ૪૭૭૪ બેઠકો અને ૮૧ નગરપાલિકાની ૨૭૨૦ બેઠકો, આમ કુલ ૮૪૭૪ની ચયન પ્રક્રિયા કરવામાં આવી છે. એક સીટ માટે ૨૦થી વધુ કાર્યકર્તાઓએ ટિકિટ માગી હતી. અંદાજ ૨ લાખ કાર્યકર્તાઓએ ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.

અને મહાનગર પાલિકાના ૩ માપદંડ સગા, ૩ ટર્મથી વધુ, અને ૬૦ વર્ષથી વધુનાને ટિકિટ આપવામાં આવી નથી. આ ઉપરાંત પાટીલે કહ્યું કે ટિકિટ ન આપી તેમની માફી પણ માગી. અને ચૂંટણીમાં તમામ તાકાત લગાડી ઉમેદવારોને જીતાડવા માટે મહેનત કરશે.

ચૂંટણી આયોગે આપેલી માહિતી મુજબ ૩૧ જિલ્લા પંચાયતોની ૯૮૦ બેઠકો ઉપર ૨૯, ૨૩૧ તાલુકા પંચાયતોના ૪૭૭૩ બેઠકો માટે ૧૫૯ અને ૮૧ નગર પાલિકાઓના ૬૮૦ બેઠકો માટે ૨૨૧થી વધારે ઉમેદવારી ફોર્મ ભરાયા હતા. જેમાં અધિકાંશ ફોર્મ કોંગ્રેસ અને અન્યપક્ષો તરફથી રજૂ થયા છે. બુધવારે ભાજપના ઉમેદવારો જાહેર થયા બાદ ગ્રામ્ય અને અર્ધશહેરી ક્ષેત્રોમાં ચૂંટણીનો માહોલ જામશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.