Western Times News

Gujarati News

આયુર્વેદ અને વાઇ, આંચકી, તાણ, એપિલેપ્સી

9825009241

વાઈ એ એક સામાન્ય બીમારી છે, જે દુનિયાભરમાં લાખો લોકોને અસર કરે છે. મનોવ્યાપારના રોગોમાં વાઇએ ઘણો દુષ્કર વ્યાધિ છે.

આ રોગોને પાશ્ર્‌ચાત્ય વૈદક્માં એપિલેપ્સી અને આયુર્વેદમાં અપસ્માર કહે છે અપ એટલે જતુ રહેવુ અને સ્માર એટલે જાણેલી બાબતોનું સ્મરણ. આંચકી, તાણ, ફીટ આવવી એ વાઇ ની બીમારીનું મુખ્ય લક્ષણ છે.

વાઈના દર્દીઓને વારંવાર અથવા બે કે તેથી વધુ વખત અચાનક જ આંચકી તાણ આવી જાય છે. ફ્ક્ત એક જ વાર આવેલી આંચકીને વાઈ કહી શકાય નહીં આ બીમારી મગજ માં વધુ પડતી અથવા અસામાન્ય વિદ્યુત પ્રવૃતિને લીધે ઉદભવે છે.

આ બીમારી કોઇ પણ ઉંમરે શરૂ થઇ શકે છે. મોટા ભાગના દર્દીઓમાં વાઇ જીવનભર રહેતી નથી. વારંવાર આવતી ખેંચ મગજ ને નુકસાન પહોંચાડી શકે છે તથા અકસ્માતે શારીરિક હાની કરી શકે છે, તેથી આ બીમારીમાં દવાઓ લેવી ખૂબ જ જરૂરી અને હિતાવહ છે.

નિયમિત દવાઓ અને જીવનશૈલીમાં સામાન્ય ફેરફાર કરીને વાઇગ્રસ્તોમાંથી લગભગ ૮૦ ટકા દર્દી તેમની આંચકીઓને નિયંત્રણમાં લઇ શકે છે. એપિલેપ્સીથી પીડાનારામાં ઘણા બધા મહાન રમતવીરો, સંગીતકારો, કલાકારો વગેરે પણ છે અને તેમ છતાં તેઓ સંબંધિત ક્ષેત્રોમાં, સર્વોચ્ચતમ ઊંચાઈએ પહોંચી લક્ષ્યાંકો હંસલ કરી શક્યા છે.

કારણોઃ બાળકનું જન્મ થતાં તુરંત ન રડવું .જન્મ બાદ તુરંત ન રડવાથી બાળકના મગજને ઓક્સિજન મળતો નથી અને તેથી તેના કુમળા મગજને નુકસાન થાય છે, જે પછીથી વાઈનું કારણ બને છે.

મગજના ચેપી રોગો મગજનો ટી.બી. ,મગજની રસીને કારણે મગજને થતું નુકસાન. મગજની ગાંઠ (Brain Tumor). માર્ગ અકસ્માત અને અન્ય પ્રકારની માથાની ઇજા-Rò-Head Injury વારસાગત કારણો- Hereditary.. કિડની, યકતની બીમારીઓ. સ્ટ્રોક, પેરેલિસીસ સમયે મગજને થયેલ નુકસાન. કોઈ ચોક્કસ કારણ વગર Idiopathic.

આટલું ખાસ કરવું
દર્દીઓએ ધ્યાનમાં રાખવા જેવી બાબતો, જાેખમો હોય તેવા સ્થળોએ રહેવાનું ટાળો, જેમકે આગ, ઊંચાઈ, ઊંડું પાણી, ગીચ ટ્રાફિક. ઉજાગરા કરવા નહી.

વધુ પડતો શ્રમ ,થાક, ટેન્શન,ચિંતા ટાળો. ભૂખ્યા રહેવું નહીં. વૈદ નિષ્ણાતની સલાહ વિના દવા બંધ કરવી નહીં. તેમજ દવાના ડોઝ માં ફેરફાર કરવા નહીં.

કૌટુંબિક સભ્યો તથા નજીકના સગાં તેમજ જેમની સાથે કામ કરતા હોય તે લોકોને તમને આંચકી ની બીમારી છે એ જણાવો અને આ લોકોને આંચકી નો હુમલો આવે ત્યારે શું કરવું અને શું ના કરવું જાેઈએ, એ જણાવો.

ખિસ્સામાં નામ સરનામું, નજીકના સગાં નો ફોન નંબર અને તમને વાઇ ની તકલીફ છે તે જણાવતું કાર્ડ રાખો. ડ્રાઇવિંગ કરવું નહીં., પ્રવાસઃ પૂરતા પ્રમાણમાં દવાઓ સાથે રાખવી અને તે આસાનીથી મળી આવે તેવી સુરક્ષિત જગ્યામાં રાખવી.

વધુ પડતી ઉત્તેજના, ડિહાઇડ્રેશન અને થાક ટાળવો. ગર્ભાવસ્થાઃ વાઇ સાથેની મહિલા ગર્ભવતી બની શકે અને સામાન્ય બાળકને જન્મ પણ આપી શકે છે. શરાબઃવાઇના દર્દીઓએ શરાબનું સેવન ટાળવું જાેઇએ.આવા દર્દીઓને શરાબ બરબાદ કરી શકે છે.

ખેંચના એક હુમલા પછી, બીજા હુમલાની શક્યતા ૫૦% છે. જે લોકોને પ્રથમ હુમલા દરમ્યાન મગજમાં ઇજા થઇ હોય,

જાે કોઇ વ્યક્તિને ખેંચનો પ્રથમ હુમલો આવે તો બીજાે હુમલો આવવાની સંભાવના અને જે લોકોની ન્યુરોલોજીકલ તપાસ એમ.આર.આઇ.

અથવા ઇ.ઇ.જી. અસામાન્ય હોય એમને ખેંચનો બીજાે હુમલો ાઅવવાની શક્યતા અધિક છે, અને જે લોકોની તપાસ સામાન્ય હોય એમને ખેંચનો બીજાે હુમલો થવાની શક્યતા ઘણી ઓછી હોય છે.

લક્ષણો
અચાનક રોગોનો હુમલો થતાં રસ્તા વચ્ચે માનવી ધડામ દઇને પડી જાય છે, શરીર ખેંચાય છે. જેને ખેંચ, ફીટ અને આંચકી આવવી એવા જુદા જુદા નામોથી ઓળખવામાં આવે છે.

ફીણ આવવું એ વાઇ નું મુખ્ય લક્ષણ છે. ક્યારેક જીભ કચરાઇને લોહી નીકળે છે આજુબાજુના લોકો એકઠા થઇ ડુંગળી સૂંધાડો, જાેડો સૂંધાડો ત્મ કહે છે. જેમ અચાનક હુમલો આવે છે તેમ કહે છે.

જેમ અચાનક હુમલો આવે છે તેમ શમી પણ જાય છે અને બેઠો થઇ નંખાયેલી હાલતમાં આજુબાજુ જાેયા કરે છે. આ રોગનો હુમલો થયા પછી ફરીથી ક્યારે થશે, કેવા સંજાેગોમાં થશે તેનો નિશ્ર્‌ચિત સમય હોતો નથી.

. જેથી રોગી અને તેના કુંટુંબમાં ઉપર ચિંતાની ઘેરી લાગણી છવાઇ જાય છે. આવા દર્દી માટે ભઠીનું કામ, કોઇ યંત્ર ચલાવવાનું કામ તેના માટે જાેખમ ભરેલું છે. હિસ્ટિરિયામાં મૂર્છા સાથે ફીટ આવે છે પણ ફીણ આવતું નથી. જ્યારે વાઇમાં મૂર્છા, ફીટ સાથે ફીણ પણ અચૂક રીતે આવે છે.

બીજા લક્ષણોમાં દાંત બંધાઇ જાય છે, હાથ પગ પછાડે છે, આંખોના ડોળા ઉંચે ચઢી જાય છે, આંખો ઉઘાડ મીંચ કર્યા કરે છે, આ રોગ યુવતીઓ કરતાં યુવકોમાં વધારે વધુ જાેવા મલે છે

અને તેના હુમલામાં યુવકા કરતા યુવતીઓ ઘણાં લાંબા સમય સુધી લાકડાની માફક અચેતન અવસ્થામાં પડી રહે છે. ના હાલે કે ચાલે એવી વિશિષ્ટ તંદ્રામાં પડી રહે છે. ઘણી વ્યક્તિઓ ચિકિત્સાર્થે આવે છે

જેમાં માત્ર દાંત બિડાઇ જાય છે, આંખોની કીકીઓ સ્થિર કરીને, ચકિત બનીને એકધારી રીતે જાેયાકરે છે. આ હુમલો વારંવાર કે એકાદ મિનિટ માટે આવીને શમી જાય છે. ક્યારેક રોગી શ્ર્‌વાસોચ્છવાશ ખૂબ જાેરથી લેવા માંડે છે

અને જાગૃતિ આવ્યા પછી માથાના દુખાવાની ફરિયાદ કરે છે. નાના બાળકની માતા કહે છે કે હમણાં જ શરીર વાદળી રંગનું બની ગયું, અત્યારે હવે કાંઇ જ નથી, શું થઇ ગયું એસમજી શકાતુ નથી, પણ અવશ્ય તેને ખેંચ આવી ગઇ.

કેટ્‌લાક રોગીઓમાં ક્ષણમાત્રમાં હુમલો આવી ભાનમાં આવી ગયા પછી, આમ તેમ આંટા મારવામાંડશે અથવા જે કાંઇ હાથમાંઆવે તે ગમે ત્યાં ફેંકવા માંડશે. ચોપડી હાથમાં આવે શરીરની બધી માંશપેશીઓ અકડાઇને સ્તબ્ધ થવી,

જેને કારણે ગળું, માથું, ખભા સીધી અકડાયેલી અવસ્થામાં રહીને ગળુ પાછળની બાજુ વળી જવુ.હાથની મુઠીઓ પણ સખત રીતે બીડાવી, વગેરે વિકૃતિઓ થાય છે.

ક્યારેક શ્વાસનાળી અને શ્વાસની માંશપેશીઓ અકડાઇ જાય છે. ટૂંકમાં શરીરનું અકડાઇ જવું એ મૂર્છા સાથે વાઇનું લક્ષણ છે. સાવચેતીમાં સૌ પ્રથમ શરીરના કપડાં ઢીલા કરવા, દાંત વચ્ચે રૂમાલ કે કપડાનો ડૂચો મૂકવો જેથી જીભ ન કચરાય. મોટે ભાગે આ રોગ ૧૫ થી ૨૫ વર્ષની ઉંમર સુધીમાં થઇ આવે છે.

ઉપચાર
આંચકી, તાણ, વાઇનો ઉપચાર મુખ્યત્વે દવાઓ દ્વારા કરવામાં આવે છે. દર્દી માટે દવા લેવાનો સમય બરાબર સાચવવાનું કેટલું જરૂરી છે,

મોટાભાગનાં દર્દીઓ માટે દવા લેવાના નિયમિત સમય પહેલાં અને પછી ૨ કલાક સુધીમાં દવા લઈ લેવી જાેઈએ. દવાના સમયમાં વારેઘડીએ ફેરફાર કરીએ અને નિયમિતતા ન જાળવીએ તો આંચકી આવી શકે છે. દવાનો ડોઝ ચૂકી જવાય તો,

સામાન્ય નિયમ પ્રમાણે, જાે એક ડોઝ ચૂકી જવાય તો, યાદ આવતા જ, જેમ બને તેમ જલદી લેવો જાેઇએ., ચૂકી ગયેલો ડોઝ તે પછીના ડોઝ પહેલાં, ઓછામાં ઓછા ૨ કલાક પહેલાં લેવો.

દવાઓમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી દર્દીના વજન પ્રમાણે દવા લખી આપે છે, જે લગભગ ૨ થી ૩ વર્ષ સુધી નિયમિત લેવી પડે છે. જાે કોર્ષ દરમ્યાન, વચ્ચે આંચકી આવી જાય તો દવાનો કોર્ષ લંબાવવો પડે છે. છેલ્લી આંચકી આવ્યાથી ૨-૩ વર્ષ સુધી.

સારવાર દરમ્યાન દર્દીએ નિષ્ણાત વૈદના નિયમિત સંપર્ક માં રહેવું જાેઇએ, જેથી દવાની અસર નિયમિતતા દર્દીનું વજન વગેરે તપાસી શકાય. વાઇની દવા શરૂ કર્યા પછી ૩-૪ મહિનાની અંદર સામાન્ય રીતે તેની અસરકારકતા સાબિત થઇ જાય છે.

કોર્ષ પૂરો થયા બાદ, નિષ્ણાત વૈદ યોગ્ય તપાસ કર્યા બાદ, દવા ધીમે ધીમે ઘટાડીને બંધ કરવાની સલાહ આપે છે.

લસણ
એક કળી લસણ ૩કળી તલના તેલમાં શેકીને લેવી.દરરોજ એકેક કળી વધારી એકવીસ કળી સુધીનો પ્રયોગ કરવો મારા અનુભવમાં આ સરળ પ્રયોગ ખૂબજ લાભપ્રદ જણાયો છે.

આ પ્રયોગમાં ૨૧ કળી સુધી વધ્યા પછી રોજ ૨૧ કળી વધારાના એકવીસ દિવસ સુધી નિયમિત સેવન કરવા સૂચવુ છુ ત્યારબાદ ક્રમાશ એકેક ઘટાડવી. આ ચડતા ઉતરતા ક્રમથી ત્રણ પ્રયોગ કરવાસાથે બસ્તિ પ્રયોગ કરવો.

વચા ચૂર્ણઃ ક્રમશ
૧૨૦ મિ.ગ્રા.થી વધારીને ૨ ગ્રામ સુધી ધી સાકરના અનુપનથી આપવું સારસ્વત ચૂર્ણનો પ્રયોગ લાંબા સમય કરવાથી રોગ કાબુમાં આવી જાય છે.

શંખકીટ પ્રયોગઃ શંખકિટ ૨૫ ગ્રામ, અજમો ૨૫ ગ્રામ,સૂઠ ૧૦૦ ગ્રામ, માલકાંગણી ૧૦૦ગ્રામ, ગોળ ૨૫૦ ગ્રામ મેળવી ઘૂંટી ચણી બોર જેવી ગોળીઓ કરી, બે થી ત્રણ ગોળી ત્રણ વખત આપવી.

આ મારો ખૂબજ લાભપ્રદ વિશેષ અનુભૂત પ્રયોગ છે જે વાપરવાની ભલામણ કરુ છુ.

એક અસરકારક ટીકડી
સર્પગંધા ૯૦ ગ્રામ, શતાવરી ૨૦ ગ્રામ, અશ્વગંધા ૨૦ ગ્રામ,. સુતશેખર ૩૦ ગ્રામ, જટામાંશી ૬૦ ગ્રામ, શંખપુષ્પીધન ૨૦ ગ્રામ,સારસ્વત ચૂર્ણ ૬૦ ગ્રામ, આ બધું મેળવી 50 ગ્રામની ગોળી વાળવી. જ્મ્યા પછી બબ્બે ગોળી પાણી સાથે આપવી.

જ્યોતિષ્મતિ તેલ
૧ ટીપાંથી શરૂ કરી ૨૧ ટીપાં સુધી વધતા જવું,૨૧ ટીપાં સુધી ચાલુ રાખવા.રોગ સંપૂર્ણ કાબુમાં આવી ગયો જણાયતો એકેક ટીપું ઘટાડવું, ત્યાર પછી દરરોજ સાત ટીપાં એક થી બે વર્ષ સુધી ચાલુ રાખવુ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.