Western Times News

Latest News from Gujarat

કાવ્ય મુદ્રા સંસ્થા દ્વારા શ્રી ચિત્રકૂટ ધામ તલગાજરડા ખાતે એવોર્ડ્સ અર્પણ

સરસ્વતી નો પૂર્ણ અવતાર એટલ કવિતા. આપણે ત્યાં ઘણાં અવતારો આવ્યા હતા.  પરંતુ મારી સમજણ અનુસાર કવિતા એ સરસ્વતિ નો પૂર્ણ અવતાર છે. સરસ્વતિ કવિતા રૂપે કવિના હૃદયમાં નર્તન કરે છે.

વર્તમાન સમયમાં કોવિડ ને લીધે અહીં યોજાયેલો આ કાર્યક્રમ ભવ્ય નથી પરંતુ દિવ્ય છે. ભવ્ય તો ક્યારેક ક્યારેક ભંગાર બને છે. અમદાવાદસ્થિત કાવ્ય મુદ્રા સંસ્થા દ્વારા વર્ષ 2019 નો વિનોદ ટેવતિયા એવોર્ડ કવિ શ્રી યજ્ઞેશ દવે ને અને વર્ષ 2020 નો યુવા કવિ પુરસ્કાર કવિ શ્રી ભાવેશ ભટ્ટ ને પૂજય મોરારિબાપુ ના વરદ હસ્તે શ્રીચિત્રકૂટધામ તલગાજરડા ખાતે  એનાયત કરાયો છે.

આ પ્રસંગે સંસ્થા ના સંયોજક શ્રી હર્ષદ બ્રહ્મભટ્ટ, શ્રી આર. પી જોષી વગેરે ઉપસ્થિત રહ્યાં હતા. પૂજ્ય બાપુ એ બન્ને કવિઓ નું શાલ ઓઢાડી સન્માન કર્યું હતું.

 

Copyright © All rights reserved. | Developed by Aneri Developers