Western Times News

Latest News from Gujarat

અભિનેત્રી કામ્યા પંજાબીના લગ્નને એક વર્ષ પૂર્ણ થયા

મુંબઈ: શક્તિ સીરિયલ ફેમ એક્ટ્રેસ કામ્યા પંજાબીના લગ્નને એક વર્ષ થયું છે. કામ્યા પંજાબીએ ૧૦ ફેબ્રુઆરી ૨૦૨૦ના રોજ શલભ ડાંગ સાથે બીજા લગ્ન કર્યા હતા. કામ્યાએ એનિવર્સરી પર સુંદર તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરીને પતિ પ્રત્યેનો પ્રેમ દર્શાવ્યો છે. પહેલી તસવીર કામ્યા અને શલભના લગ્નની છે.

જેમાં શલભ કામ્યાની સેંથામાં સિંદૂર ભરતો જાેવા મળી રહ્યો છે. કામ્યાએ આ તસવીર શેર કરતાં લખ્યું, તારા વિના હું શું કરત? તું મને મજબૂત, આત્મવિશ્વાસથી છલોછલ, ખુશ, સુરક્ષિત અને જીવંત બનાવે છે.

આ સુંદર સિંદૂરનું એક વર્ષ મુબારક. આ નવા જીવનનું એક વર્ષ મુબારક. મને મિસિસ કામ્યા શલભ ડાંગ બનવા બદલ શુભેચ્છા. હેપી એનિવર્સરી હસબન્ડ/બેસ્ટ ફ્રેન્ડ/મારા એન્જલ બીજી પોસ્ટમાં કામ્યાએ પતિ અને બાળકો સાથે ખુશીની ક્ષણો વિતાવતી કેટલીક તસવીરો શેર કરી છે.

કામ્યાએ આ તસવીરો શેર કરતાં લખ્યું, આ ફન રાઈડનું એક વર્ષ મુબારક. આપણને આરા ઈશાનનું એક વર્ષ મુબારક. ખુશીઓનું એક વર્ષ મુબારક. હજી ૬ જન્મ બાકી છે પતિદેવ તૈયાર થઈ જાવ આઈ લવ યુ હેપી એનિવર્સરી.

છેલ્લા થોડા દિવસથી કામ્યા પંજાબી પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર લગ્ન પ્રસંગોની વિવિધ તસવીરો શેર કરી રહી છે. ગયા વર્ષે જે-તે તારીખે તેમના લગ્નનો જે પ્રસંગ યોજાયો હતો તેની તસવીર એક્ટ્રેસ શેર કરી રહી છે. લગ્ન બાદ લોકડાઉન થઈ જતાં કામ્યા અને શલભે એકબીજા સાથે ભરપૂર સમય વિતાવ્યો હતો. જાે કે, લોકડાઉન ખુલ્યા પછી કામ શરૂ થતાં બંને મુંબઈ અને દિલ્હી વચ્ચે આંટા માર્યા કરે છે.

તહેવારો કે ખાસ પ્રસંગોએ કપલ એકબીજાને મળવા માટે પહોંચી જાય છે. જાે કે, હાલ તો કામ્યા અને શલભ કામમાંથી બ્રેક લઈને પહેલી એનિવર્સરી સેલિબ્રેટ કરવા કોઈ સુંદર સ્થળે ગયા હોય તેવું લાગે છે. એક્ટ્રેસે પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં કેકની તસવીર શેર કરી છે. જેના પર પહેલી એનિવર્સરી લખેલું છે.

આ સિવાય બીજી બે તસવીરમાંથી એક ફ્લાઈટમાંની છે અને અન્ય એક તસવીરમાં કપલ દરિયાકિનારે ચીલ કરતું જાેવા મળી રહ્યું છે. શલભ અને કામ્યા બંનેના આ બીજા લગ્ન છે. કપલને પહેલા લગ્નમાંથી એક-એક સંતાન છે. કામ્યાની દીકરીનું નામ આરા છે જ્યારે શલભના દીકરાનું નામ ઈશાન છે. આ બંને બાળકોનું ટ્યૂનિંગ પણ એકબીજા સાથે સારું છે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers