ક્વોરન્ટાઈનમાં પ્રિયંકાએ નવા ઘરમાં ગૃહ પ્રવેશ કર્યો હતો

મુંબઈ: પ્રિયંકા ચોપરાએ તેની ઓટોબાયોગ્રાફી અનફિનિશ્ડમાં તેના જીવન સાથે જાેડાયેલા કેટલાક કિસ્સાઓની ચર્ચા કરી છે. જેમાંથી કેટલાક સારા છે તો કેટલાક ખરાબ. તેમાથી એક ચેપ્ટર છે, પ્રિયંકા ચોપરા અને નિક જાેનસના ગૃહ પ્રવેશનું.
પ્રિયંકાએ પોતાના પુસ્તકમાં લોસ એન્જેલસમાં ખરીદેલા નવા ઘરમાં ગૃહ પ્રવેશની અનસીન તસવીર શેર કરી છે. જેમાં તે અને નિક ભારતીય સંસ્કૃતિને અનુસરતા દેખાઈ રહ્યા છે. હાલ પ્રિયંકાનું પુસ્તક ઘણું ચર્ચામાં છે, જેમાં એક્ટ્રેસે ઘણી એવી વાતો જણાવી છે,
જેના વિશે પહેલા કોઈને જાણ નહોતી. આ પુસ્તકમાં પ્રિયંકા અને નિકની ઢગલો તસવીરો પણ છે, જેમાંથી એક ગૃહ પ્રવેશની પણ છે. આ તે સમયની છે જ્યારે બંને પોતાના લોસ એન્જેલસવાળા ઘરમાં શિફ્ટ થઈ રહ્યા હતા. આ તસવીર શેર કરીને કેપ્શનમાં પ્રિયંકાએ જણાવ્યું હતું કે,
View this post on Instagram
ક્વોરન્ટિન દરમિયાન નવા ઘરમાં જવાનું થોડું અજીબ હતું. પરંતુ અમે તેને સારી રીતે કર્યું અને તેમ પણ ગૃહ પ્રવેશની વિધિની સાથે. તસવીરમાં પ્રિયંકા વ્હાઈટ કલરના વન-શોલ્ડરના ગાઉન પહેર્યું હતું અને તેણે કેસરી કલરની ચુંદડી ઓઢી છે.
આ સિવાય તેણે માથા પર કુંભ ઘડો લીધો છે. ચહેરા પર હંમેશાની જેમ મોટી સ્માઈલ છે. જ્યારે નિક પાછળ-પાછળ હાથમાં થાળી લઈને પ્રવેશી રહ્યો છે. થાળીમાં પવિત્ર ગંગા નદીના જળની બોટલ દેખાઈ રહી છે. આ જ પુસ્તકમાં પ્રિયંકાઓ નોઝ સર્જરીથી લઈને ફિલ્મી દુનિયામાં ડિરેક્ટર-પ્રોડ્યૂર તરફથી થયેલા કડવા અનુભવો પણ વર્ણવ્યા છે.
View this post on Instagram
જેનો સામનો જ્યારે તે ઈન્ડસ્ટ્રીમાં નવી-નવી હતી ત્યારે કરવો પડ્યો હતો. ઉલ્લેખનીય છે કે, પ્રિયંકા ચોપરા અને નિક જાેનસના લગ્નને બે વર્ષ થઈ ગયા છે.
બંનેએ ૨૦૧૮ના ડિસેમ્બર મહિનામાં રાજસ્થાનના જાેધપુરના ઉમૈદ ભવન પેલેસમાં હિંદુ અને ક્રિશ્ચન એમ બે વિધિથી ધામધૂમથી લગ્ન કર્યા હતા. લગ્નને બે વર્ષ થઈ ગયા છે ત્યારે, હાલમાં એક ઈન્ટરવ્યૂ દરમિયાન પ્રિયંકાએ બેબી પ્લાનિંગ વિશે વાત કરી હતી. તેણે કહ્યું કે, તે નિક જાેનસ પાસેથી એક કરતાં વધુ બાળકો ઈચ્છે છે. જાે કે, તે ક્રિકેટ ટીમ બનાવવા માગતી નથી. તો નિક જાેનસે કહ્યું હતું કે, બેબી પ્લાનિંગનો સંપૂર્ણ ર્નિણય તેણે પ્રિયંકા પર છોડ્યો છે.