Western Times News

Gujarati News

રાજીવ કપૂરનું લગ્નજીવન બે વર્ષ પણ ન ટકી શકયુ

રાજ કપૂરના સૌથી નાના દીકરા અને બોલિવુડ એક્ટર-પ્રોડ્યૂસર રાજીવ કપૂરના નિધનથી બોલિવુડ જગતમાં શોકની લહેર દોડી ગઈ છે. ઋષિ કપૂર બાદ કપૂર પરિવારનાં આ બીજા સભ્યનું નિધન થયું. ૫૮ વર્ષીય રાજીવ કપૂરને હાર્ટ એટેક આવતાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. રાજીવ કપૂરને ફિલ્મ રામ તેરી ગંગા મેલીથી ઓળખ મળી હતી.

જાે કે, બોલિવુડમાં તેઓ લાંબા સમય સુધી ચાલ્યા નહીં. તેણે પોતાના ૧૦ વર્ષના ફિલ્મી કરિયરમાં માત્ર ૧૩ ફિલ્મો કરી, જેમાંથી ૧૨ ફ્લોપ ગઈ હતી.

તેમાં ‘રામ તેરી ગંગા મેલી’ એકમાત્ર હિટ મૂવી હતી, જેનો સફળતાનો શ્રેય પણ ફિલ્મની એક્ટ્રેસ મંદાકિનીને મળ્યો હતો. કાર્યક્ષેત્ર સિવાય રાજીવ કપૂર પોતાના અંગત જીવનમાં પણ ખુશ નહોતા. રામ તેરી ગંગા મેલી ફિલ્મ બાદ રાજીવ અને તેમના પિતા રાજ કપૂરના સંબંધો બગડી ગયા.

રાજીવનું માનવું હતું કે, તેમના પિતા રાજ કપૂરે તેમને સરખી રીતે લોન્ચ કર્યા નહોતા. રાજીવનું કહેવું હતું કે, રાજ કપૂર બાકીના અભિનેતાઓને ફિલ્મોમાં તક આપતા હતા. પરંતુ તેમના પોતાના દીકરાને તક આપી નહીં.

કામના કારણે બાપ-દીકરા વચ્ચેના સંબંધોમાં કડવાશ આવી ગઈ. બંને વચ્ચે આશરે ૨૦ વર્ષ સુધી વાતચીત બંધ રહી. વર્ષ ૨૦૦૧માં રાજીવે આરતી સભરવાલ સાથે લગ્ન કર્યા હતા. પરંતુ તેઓ લગ્નજીવન બચાવવામાં સફળ રહ્યા નહીં. લગ્નના બે વર્ષમાં જ રાજીવ અને આરતીના છૂટાછેડા થઈ ગયા હતા. છૂટાછેડા લીધા બાદ રાજીવ એકલા રહ્યા, તેમણે બીજા લગ્ન કર્યા નહીં.

એકલા રહેતા હોવા છતાં રાજીવ કપૂર એકલા પડ્યા નહીં. ભાઈઓ અને તેમના બાળકો સાથે તેઓ ઘણીવાર જાેવા મળ્યા. ફેમિલી લંચ-ડિનર હોય કે પાર્ટી રાજીવ કપૂર હંમેશા પરિવારની સાથે જાેવા મળ્યા હતા. રાજીવ કપૂરના નિધન બાદ સૌથી પહેલા આ સમાચારની પુષ્ટિ તેમના મોટાભાઈ રણધીરે કરી હતી.

તેમણે કહ્યું હતું કે, ‘મેં મારો નાનો ભાઈ રાજીવ ગુમાવ્યો છે. તે હવે આ દુનિયામાં રહ્યો નથી. ડોક્ટરોએ તેમના તરફથી પૂરતો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેને બચાવી શક્યા નહીં.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.