Western Times News

Gujarati News

ચાના બંધાણીનો સ્વાદ બગડી શકે છે, ભાવમાં ૩૦%નો વધારો

અમદાવાદ: જાે તમને સવારમાં ઊઠતાની સાથે જ ચા જાેઈતી હોય તો પહેલા તેનો આનંદ માણીને જ આ વાંચજાે. કારણ કે, ઉત્પાદનમાં ઘટાડો થવાના કારણે ચાના છૂટક ભાવમાં ૩૦ ટકાનો વધારો અને મહામારી બાદ આયાત પરની પરાધીનતા તમારું મોં થોડું કડવું કરી શકે છે.

લોકડાઉન દરમિયાન, ચા ઉગાડતા રાજ્યોમાં પ્રવાસી મજૂરોની ગેરહાજરીનો અર્થ એ છે કે, પાંદડાને સમયસર ચૂંટવામાં આવ્યા નહોતા, જેથી ઉત્પાદનમાં પણ અવરોધ આવ્યો હતો. ઓલ-ઈન્ડિયા ટી ટ્રેડર્સ અસોસિએશનનો અંદાજ દર્શાવે છે કે,

ગયા વર્ષના એપ્રિલ મહિનાથી ચાનું ઉત્પાદન આશરે ૧.૪ લાખ ટન જેટલું ઘટ્યું છે. જેનો અર્થ છે ઉત્પાદનમાં ૧૦ ટકાનો ઘટાડો થયો છે. ૨૦૧૯માં ચાનું ઉત્પાદન ૧૩.૯ લાખ ટન ઉત્પાદન થયું હતું, જે ઘટીને ૨૦૨૦માં ૧૨.૫ લાખ ટન હતું.

મહામારીના કારણે, સમયસર ન ચૂંટવાના કારણે ચાના પાન વધારે મોટા થઈ ગયા હતા. પરિણામે, ચાના કુલ ઉત્પાદનમાં ઘટાડો થઈને સ્ટોક આખો બરબાદ થઈ ગયો. જેના કારણે ચાના જથ્થાબંધ ભાવમાં ૨૨ ટકાનો વધારો થયો છે, જે પ્રમાણે એક કિલોના ભાવ ૩૦૦ રૂપિયા છે’, તેમના ચેરમેન વિરેન શાહે જણાવ્યું.

ફેડરેશનના જણાવ્યા પ્રમાણે, ૨૦૧૯ની સરખામણીમાં ૨૦૨૦માં ચાની હરાજીના ભાવ ૩૫ ટકા વધારે-આશરે ૮૦ રૂપિયા પ્રતિ કિલો હતા. કારણ કે આ માગ અને પુરવઠા પર આધારિત વાજબી કિંમત શોધવાની પદ્ધતિનું પરિણામ હતું. આ વર્ષ દરમિયાન ચાના છૂટક ભાવમાં પ્રતિ કિલો આશરે ૬૦થી ૭૦ રૂપિયાનો વધારો થયો છે. લોકડાઉન દરમિયાન ગુણવત્તાયુક્ત ચા મેળવવી તે એક પડકારજનક કામ હતું,

તેમ અસર પર ટિપ્પણી કરતાં વાઘ બકરી ગ્રુપના એક્ઝિક્યૂટિવ ડિરેક્ટર પરાગ દેસાઈએ કહ્યું. જાે કે, સર્વિસ હવે પ્રી-કોવિડ લેવલ પર પાછી આવી ગઈ છે. ચાના ભાવમાં વધારો થતાં વેપારીઓને ફટકો પડે છે, કારણ કે ઈંધણના વધતા-જતા ભાવ અને કન્ટેનરના ટ્રાન્સપોર્ટનો ખર્ચ પણ ધંધા માટે પડકારજનક છે’. તેમ તેમણે કહ્યું.

ચાના ભાવમાં વધારો થયો હોવા છતાં, ચાનું વેચાણ ઓછું થયું નથી. ભારતમાં ચા કલ્ચર ખૂબ મજબૂત છે. તેથી જ લોકો ભાવમાં થયેલો વધારો સ્વીકારી લે છે. ગુણવત્તા માટે વધેલી પસંદગી સાથે, બ્રાન્ડેડ ચા, નોન-બ્રાન્ડેડની સરખામણીમાં વધુ વધારો મેળવી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.