Western Times News

Gujarati News

2020 માં યોજાશે 3જો રાષ્ટ્રીય શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલ

ગુજરાતી ફિલ્મ જગત ના દિગજજો રહ્યાં ઉપસ્થિત- શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલ માટે કાર્યાલયનું કરાયું ઉદ્ઘાટન
18 ઓગસ્ટ 2019 ના રોજ ભારતીય ચિત્ર સાધના આયોજિત શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલ કાર્યાલય ઉદઘાટન સમારોહ યોજાયો
શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલ આ વખતે અમદાવાદ ખાતે આગામી 21, 22, 23 ફેબ્રુઆરી 2020 રોજ યોજાશે.   આ પ્રસંગે સમગ્ર ભારત માંથી  તમામ ભાષાઓ માં બનેલી શોર્ટ ફિલ્મ ને પ્લેટફોર્મ આપવામાં આવશે. 30 નવેમ્બર એન્ટ્રી ની અંતિમ તારીખ નક્કી કરવામાં આવી છે. ભારતીય સંસ્કૃતિ,મૂલ્યો,રચનાત્મક કર્યો,સામાજિક સમરસતા, લોક કલા,સ્વચ્છતા,પાણી ,મહિલા રાષ્ટ્રીય સુરક્ષા,રાષ્ટ્રીયતા,દેશ નિર્માણ માં શિક્ષણ ની ભૂમિકા સહિત 11 મુદ્દાઓ પર બનેલી શોર્ટ ફિલ્મ નો ફેસ્ટિવલ માં સમાવેશ કરવામાં આવશે.
આજે યોજયેલ કાર્યક્રમ ના ઉદઘાટન પ્રસંગે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને કલાજગત સાથે સંકળાયેલા ખ્યાત નામ કલાકારો, લેખક, દિગ્દર્શક ઉપસ્થિત રહ્યા હતા. જેમાં મલ્હાર ઠાકર,આરતી બેન વ્યાસ, રામ મોરી ,સંદીપ પટેલ, મિતાઈ શુકલ, નેહલ બક્ષી, મૌલિક નાયક,આરોહી પટેલ, વિજય ગીરી બાવા,  વૈશલ શાહ ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ નેશનલ એવોર્ડ વિજેતા ફિલ્મ હેલ્લારો ની ટિમ ના સભ્યો અભિષેક શાહ,આયુષ શર્મા,મિત જાની તથા પ્રતીક ગુપ્તાએ વિશેષ ઉપસ્થિતિ આપી હતી.
કાર્યક્રમ ની શરૂઆત  મલ્હાર ઠાકર, આરતી બેન વ્યાસ, સુનિલ શાહ, અજિત શાહ દ્વારા દીપ પ્રાગટય સાથે કરવામાં આવી હતી. કાર્યક્રમ માં વક્તવ્ય આપતા આરતી બેન વ્યાસે કહ્યું હતું કે મોબાઈલ કેમેરા થી રેકોર્ડીંગ કરતા લોકોએ ભય સ્થાન જાણવાની જરૂર છે. મોબાઈલ થી ફિલ્મો ઉતારવી સરળ નથી. ફિલ્મ મેકિંગ માં ખૂબ મહેનત લાગે છે. કાર્યક્રમ માં બોલતા મલ્હાર ઠાકર અને આરોહી પટેલ ફેસ્ટિવલ ને આવકાર આપ્યો હતો તેમજ આ પ્રકાર ના કાર્યક્રમ થી કલાકારો ને પ્રોત્સાહન મળે છે તેમ જણાવ્યું હતુ. શોર્ટ ફિલ્મ અને ફિલ્મ જગત ની જવાબદારી વિશેના સારા નરસા પાસાઓ વિશે લેખક રેમ મોરી એ પણ પોતાનો પ્રતિભાવ આપતા સિનેમા જગત ને બીજો દીકરો ગણાવ્યો હતો. જ્યારે સાહિત્ય ને પ્રથમ દીકરો હોવાનું કહ્યું હતું.

 ઉદઘાટન સમારોહ દરમ્યાન શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલ ને લઈને સમિતિ ની પણ જાહેરાત કરવામાં આવી. કાર્યક્રમ માં ઉપસ્થિત તમામ કલાકારો , દિગ્દર્શકો નું પુષ્પગુચ્છ થી સન્માન  કરવામાં આવ્યું હતું. સાથે જ નેશનલ  એવૉર્ડ વિજેતા ફિલ્મ હેલ્લારો ની ટિમ નું બહુમાન કરવામાં આવ્યું હતું.

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.