Western Times News

Gujarati News

ભારતમાં ૨૪ કલાકમાં કોરોના સામે લડતાં ૧૦૮ દર્દીઓએ જીવ ગુમાવ્યો

નવીદિલ્હી, ભારતમાં એક તરફ કોરોના વેક્સીન અભિયાન સક્રિયતાથી ચાલી રહ્યું છે તો બીજી તરફ કોરોનાના એક્ટિવ કેસો પણ દોઢ લાખથી નીચે આવી ગયા છે. ચિંતાની વાત મૃત્યુઆંક છે કારણ કે છેલ્લા ૨૪ કલાકમાં ફરી ૧૦૦થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. દેશમાં તેની સાથે જ મૃત્યુઆંક ૧.૫૫ લાખથી પણ વધી ગયો છે.

દેશમાં અત્યાર સુધીમાં કુલ ૭૦,૧૭,૧૧૪ લોકોને કોવિડ વેક્સીન આપવામાં આવી ચૂકી છે. બીજી તરફ, ગુરૂવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૧૨,૯૨૩ નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-૧૯ના કારણે ૧૦૮ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૧,૦૮,૭૧,૨૯૪ થઈ ગઈ છે.

વિશેષમાં, કોવિડ-૧૯ની મહામારી સામે લડીને ૧ કરોડ ૫ લાખ ૭૩ હજાર ૩૭૨ લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. ૨૪ કલાકમાં ૧૧,૭૬૪ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં ૧,૪૨,૫૬૨ એક્ટિવ કેસો છે. બીજી તરફ, અત્યાર સુધીમાં કુલ ૧,૫૫,૩૬૦ લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.બીજી તરફ, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે ગુરૂવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, ૯ ફેબ્રુઆરી સુધીમાં ભારતમાં કુલ ૨૦,૪૦,૨૩,૮૪૦ કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, બુધવારના ૨૪ કલાકમાં ૬,૯૯,૧૮૫ સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં ૧૦મી ફેબ્રુઆરીએ એક જ દિવસમાં ૫૩,૬૧૫ વ્યક્તિને એક જ દિવસમાં ૮૩૩ કેન્દ્રો પરથી રસી આપવામાં આવી છે. આ બધાની વચ્ચે છેલ્લા ૨૪ કલાકમાં માત્ર ૨૫૫ નવા કેસ નોંધાયા છે. અમદાવાદ, બનાસકાંઠા, ભાવનગર શહેર, બોટાદ, ડાંગ,. નવસારી, પાટણ, તાપી, પોરબંદર, વલસાડ એમ કુલ ૧૦ જિલ્લા અને કોર્પોરેશનમાં ૦ કેસ નોંધાયા છે. જ્યારે રાજ્યમાં કોવિડનો રિકવરી રેટ પણ ૯૭.૬૫ ટકાએ પહોંચ્યો છે.

૨૪ કલાકમાં અમદાવાદમાં ૪૭, વડોદરામાં ૫૦, રાજકોટમાં ૪૦, સુરતમાં ૩૩, આણંદમાં ૭, ગાંધીનગરમાં ૭, નર્મદામાં ૩, સાબરકાંઠા ૬, ભાવનગરમાં ૨, ગીરસોમનાથ ૭, દાહોદ ૪, મહેસાણા૨ , અમરેલી ૪, ભરૂચ ૪, જૂનાગઢ ૬, કચ્છ, મોરબી ૪-૪, પંચમહાલ ૩, છોટાઉદેપુર ૨, જામનગરમાં ૨, અરવલ્લી, દેવભૂમિ દ્વારકા, સુરેન્દ્રનગરમાં ૧-૧ મળીને કુલ ૨૫૫ નવા કેસ નોંધા છે જ્યારે ૪૯૫ દર્દીઓ આજે ડિસ્ચાર્જ થયા છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.