Western Times News

Gujarati News

રેપ આરોપીએ ફરિયાદકર્તાથી લગ્ન કરવાનું વચન આપતા સુપ્રીમે આઝાદ કર્યો

નવીદિલ્હી, સુપ્રીમ કોર્ટમાં અલગ અલગ રીતના મામલા સામે આવે છે જેમાં લોકો અને કોર્ટ બંન્ને જ આશ્ચર્યમાં મુકાઇ જાય છે આવો જ એક વધુ મામલો સામે આવ્યો જેમાં સુપ્રીમ કોર્ટે રેપના આરોપીને એ શરત પર છોડી મુકયો તે એ મહિલાથી લગ્ન કરશે જેના ઉપર બળાત્કારનો આરોપ લગાવ્યો છે કોર્ટે કહ્યું કે આગામી છ મહીનામાં આરોપીને મહિલાથી લગ્ન કરવા પડશે જાે તે મહિલાથી લગ્ન કરવાનું વચન તોડી દેશે તો તેને જેલ મોકલવામાં આવશે સુપ્રીમ કોર્ટે ચેતવણી આપી છે.

સીજેઆઇ એસ એ બોબડેની અધ્યક્ષતાવાળી સુપ્રીમની બેંચે કહ્યું કે યાદ રાખો જાે અમને માહિતી મળી કે તમે વિવાહ કરવાનો પોતાનો પ્રસ્તાવ અપરાધિક મામલાથી છુટકારો મેળવવા માટે ફકત એક સમજૂતિ છે તો અમે તેમને જેલ મોકલી દઇશું.

બેંચમાં એ એસ બોપન્ના અન વી રામસુબ્રમણ્યન પણ સામેલ હતાં તેમણે વકીલના નિવેદનને દાખલ કર્યું જેના પર વ્યક્તિના માતા પિતાએ પણ પોતાના પુત્રના મહિલાની સાતે લગ્ન કરવાના વચન કરનાર સમજૂતિ પર સહી કરી હતી અને કહ્યું હતું કે તેને ઓસ્ટ્રેલિયા માટે રવાના કરી દઇશું જે મહિલાએ આરોપ લગાવ્યો તો ઓસ્ટ્રેલિયામાં રહે છે.

આ મામલામાં પુરૂષ પર મહિલાએ બળાત્કાર અને છેંતરપીડોનો આરોપ લગાવ્યો હતો મહિલાએ આરોપ લગાવ્યો કે લગનના બહાન પુરૂષે તેની સાથે સંબંધ બનાવ્યો પુરૂષ અને મહિલા ૨૦૧૬માં ઓસ્ટ્રેલિયામાં એક બીજાથી મળ્યા જયાં બંન્ને અભ્યાસ કરતા હતાં.

મહિલા એક અનુસૂચિત જાતિની હતી પુરૂષ એક જાટ શિખ હતો જે એક ઉચી જાતિ છે.અમૃતસરમાં મહિલા દ્વારા દાખલ કરવામાં આવેલ પ્રાથમિકી અનુસાર પુરૂષે તેને પોતાની સાથે સંબંધ બનાવવા માટે રાજી કરી અને વચન આપ્યું કે તે પોતાના માતા પિતાને તેમની લગ્ન માટે સહમત કરી લેશે ૨૦૧૮માં તે વ્યક્તિ અમૃતસર પાછો ફર્યો અને ૨૦૧૯ સુધી તેનો સંબંધ બની રહ્યો અને તે વ્યક્તિએ તેને કહ્યું કે તેના માતા પિતા તેના લગ્નની વિરૂધ્ધ હતાં. આથી મહિલાએ પંજાબ પોલીસના એનઆરઆઇ વિંગમાં ફરિયાદ દાખલ કરી જેની પ્રારંભિત તપાસ કરી અને આખરે આઇપીસી હેઠળ બળાત્કાર અને છેંતરપીડીનો આરોપ લગાવતા પ્રાથમિકી નોંધાવી.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.