Western Times News

Gujarati News

ઉદ્વવ સરકારે ગવર્નરને વિમાનના ઉપયોગની મંજુરી આપી નહીં

મુંબઇ, મહારાષ્ટ્રની ઉદ્વવ સરકાર અને રાજયપાલ ભગતસિંહ કોશ્યારી વચ્ચે ટકરાવનો એક નવો મામલો સામે આવ્યો છે મહારાષ્ટ્રની મહા વિકાસ અઘાડી સરકારે રાજયપાલ ભગતસિંહ કોશ્યારીને દહેરાદુન જવા માટે સરકારી વિમાનના ઉપયોગની મંજુરી આપી નહીં ત્યારબાદ ખુદ કર્મશિયલ ફલાઇટ બુક કરી તેમને જવું પડયું માનવામાં આવી રહ્યું છે કે આ ઘટનાક્રમથી મહારાષ્ટ્રી રાજનીતિમાં એકવાર ફરીથી રાજયપાલ અને ઉદ્વવ સરકારમાં ટકરાવ જાેવા મળી શકે છે.

સુત્રોના જણાવ્યા અનુસાર રાજયપાલ ભગતસિંહ કોશ્યારીને રાજય સરકારના વિમાનથી આજે દહેરાદુન જવાનું હતું પરંતુ જયારે તેઓ મુંબઇ વિમાની મથક પર પહોંચ્યા તો તેમને કહેવામાં આવ્યું કે તેમને વિમાનથી દહેરાદુન માટે ઉડાન ભરવાની મંજુરી આપવામાં આવી નથી ત્યારબાદ તેણે કમર્શિયલ ફલાઇટ બુક કરી અને ત્યારબાદ દહેરાદુન માટે રવાના થયા.

રસપ્રદ વાત એ છે કે રાજયપાલ કોશ્યારી સરકારી વિમાનમાં જઇને બેસી ગયા હતાં ત્યારબાદ થોડીવાર બાદ તેમને માહિતી મળી કે સરકારે તેમને તેની મંજર આપી નથી ત્યારે તેઓ ખુદ એક કમર્શિયલ ફલાઇટ બુક કરાવી માનવામાં આવે છે કે મહારાષ્ટ્રમાં હવે આ મુદ્દા પર રાજનીતિ જાેવા મળી શકે છે ભાજપે આ મુદ્દાને લઇ ઉદ્વવ ઠાકરે સરકારને ધેરવાનો પ્રયાસ કર્યો છે. ભાજપે આરોપ લગાવ્યો છે કે ઉદ્વવ સરકારે રાજયપાલનું અપમાન કર્યું છે બંધારણીય પદનું અપમાન ઠાકરે સરકાર દ્વારા કરવામાં આવ્યું છે.

એ યાદ રહે કે આ પહેલા પણ ગવર્નર અને રાજય સરકાર વચ્ચે અનેક મુદ્દા પર ટકરાવ જાેવા મળ્યો છે અનલોક ફેઝ દરમિયાન રાજયાં મદિર ખોલવાથી લઇ રાજયપાલ કોટાથી ૧૨ લોકોને એમએલસી નિયુકત કરવાના નિર્ણય સુધી સરકાર અને રાજયપાલ વચ્ચે ગતિરોધ જાેવા મળ્યો છે જયારથી શિવસેના કોંગ્રેસ અને એનસીપીએ ૨૦૧૯માં મહારાષ્ટ્રમાં સરકાર બનાવી છે ઠાકરેના નેતૃત્વ વાળી સરકાર અનેક મુદ્દા પર રાજયપાલની સાથે ટકરાવમાં છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.