Western Times News

Gujarati News

કારખાનામાં સંચો તૂટતા ૩ લોકો કાટમાળમાં દબાયા

મોરબી: મોરબી જેતપર રોડ ઉપર વિરાટ નગર પાસે આવેલ આરએકે સિરામિક નામના કારખાનામાં ગઈકાલે અકસ્માત થયો હતો. જેમાં સિરામિક યુનિટમાં માટી દળવા માટે મૂકવામાં આવેલ સાયલો (લોખંડની ટાંકી) તૂટી ગઈ હતી. જેથી સિરામિક યુનિટના એક ભાગીદાર તેમજ ત્યાં કામ કરતી એક મહિલા સહિત કુલ મળીને ત્રણ લોકો કાટમાળ નીચે દબાયા હતા. તેને ભાર કાઢવા માટેની કવાયત કરવામાં આવી હતી. જેમાંથી બે શખ્સની લાશને બહાર કાઢવામાં આવી છે.

હજુ પણ એક મહિલા માટીના સાયલા નીચે દટાયેલ છે, જેને બહાર કાઢવા કવાયત ચાલુ છે. મોરબીના જેતપર રોડ ઉપર આવેસા આરએકે ગ્રેસ સિરામિક નામના કારખાનામાં આ ઘટના બની હતી. કારખાનામાં માટી દળવા માટેનો સાયલો ગઈકાલે બપોરના ચારેક વાગ્યે બ્લાસ્ટ થઈને તૂટી ગયો હતો અને દીવાલ તેમજ કારખાનાનો શેડ ધડાકાભેર તૂટી પડ્યો હતો.

જેથી કરીને આ કારખાનાના સંજયભાઈ નામના એક ભાગીદાર તેમજ ત્યાં કામ કરતી એક મહિલા સહિત કુલ મળીને છ લોકો પર સાયલો તૂટી પડ્યો. આ તમામ માટી નીચે દબાયા હતા. જેમાંથી ત્રણ લોકોને તાત્કાલિક બહાર કાઢવામાં આવ્યા હતા. તેઓને ઇજાઓ થઈ હોવાથી સારવારમાં લઈ જવામાં આવ્યા હતા. બાકીના ત્રણ લોકોને કાઢવા માટે ફાયરની ટીમને બોલાવવામાં આવી હતી. ઘટનાની જાણ થતા જ મોરબી પાલિકાની ફાયરની ટીમ સ્થળ ઉપર દોડી ગઈ હતી અને રેસ્ક્યૂ શરૂ કર્યું હતું.

જાે કે, માટીના સાયલા આખા ભરેલા હોવાથી તેની નીચે દટાયેલાં લોકોને બહાર કાઢવા માટે જેસીબી, હાઈડ્રો મશીન સહિતની મશીનરીની મદદ લેવામાં આવી હતી. ઘટના મોટી હોવાથી પ્રાંત અધિકારી, મામલતદાર સહિતના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ત્રણ વ્યક્તિ માટીના સાયલા નીચે દટાયેલ હોવાથી તેને બહાર કાઢવા આખી રાત રેસક્યૂ ચાલ્યું હતું.

જેમાંથી બેના મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા. આરએકે ગ્રીસ સિરામીકના ભાગીદાર સંજય સુંદરજીભાઇ સાણંદીયા (ઉંમર ૫૪ વર્ષ) અને અરવિંદ અમરશીભાઇ ગામીના મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા. તો હજુ પણ એક મહિલા માટીના સાયલા નીચે દટાયેલ છે તેને કાઢવા કવાયત ચાલુ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.