Western Times News

Gujarati News

અમદાવાદથી પસાર થતી કેટલીક સ્પેશિયલ ટ્રેનો રદ કરાઈ

કેટલીક ટ્રેનો ડાયવર્ટ રહેશે     પશ્ચિમ રેલ્વેના અમદાવાદ થઈને ચાલવાવાળી દક્ષિણ પશ્ચિમ રેલવેના હુબલી સેક્શન પર યાર્ડન રિમોડેલિંગ કાર્ય હેતુ કેએસઆર બેંગલુરુ – જોધપુર સ્પેશિયલ, ગાંધીધામ – કેએસઆર બેંગલુરુ સ્પેશિયલ અને અજમેર – મૈસુર સ્પેશિયલ ટ્રેનો રદ રહેશે અને કેટલીક ટ્રેનો ડાયવર્ટ રહેશે.

આ ટ્રેનોની વિગત નીચે મુજબ છે: રદ કરાયેલ ટ્રેનો: –

1.    તારીખ 15 અને 17 ફેબ્રુઆરી 2021 ના ​​રોજ કેએસઆર બેંગલુરુથી  ચાલવાવાળી ટ્રેન નંબર 06508 કેએસઆર બેંગ્લોર – જોધપુર એક્સપ્રેસ સ્પેશિયલ અને તારીખ 18 અને 20 ફેબ્રુઆરી 2021 ના ​​રોજ જોધપુરથી ચાલવાવાળી ટ્રેન નંબર 06507 જોધપુર – કેએસઆર બેંગ્લોર સ્પેશિયલ રદ રહેશે.

2.    તારીખ 20 ફેબ્રુઆરી 2021 ના ​​રોજ બેંગલુરુથી ચાલવાવાળી ટ્રેન નંબર 06506 કેએસઆર બેંગ્લોર – ગાંધીધામ સ્પેશિયલ અને તારીખ 23 ફેબ્રુઆરી 2021 ના ​​રોજ ગાંધીધામથી ચાલવાવાળી ટ્રેન નંબર 06505 ગાંધીધામ – કેએસઆર બેંગ્લોર સ્પેશિયલ રદ રહેશે.

3.    તારીખ 16 અને 18 ફેબ્રુઆરી 2021 ના ​​રોજ મૈસૂરથી ચાલવાવાળી ટ્રેન નંબર 06210  મૈસુર – અજમેર એક્સપ્રેસ સ્પેશિયલ અને તારીખ 19 અને 21 ફેબ્રુઆરી 2021 ના ​​રોજ અજમેરથી ચાલવાવાળી ટ્રેન નંબર 06209 અજમેર – મૈસૂર સ્પેશિયલ રદ રહેશે.

ડાયવર્ટ ટ્રેનો: – 1.    ટ્રેન નંબર 04806 બાડમેર-યશવંતપુર એક્સપ્રેસ સ્પેશિયલ 18 ફેબ્રુઆરી 2021 ના​​રોજ ગડગ, હોસ્પેટ, કોટુરુ, અમરાવતી અને દાવણગેરે સ્ટેશનો થઈને દોડશે.

2.    ટ્રેન નંબર 04805 યસવંતપુર – બાડમેર એકસપ્રેસ સ્પેશિયલ 22 ફેબ્રુઆરી 2021 ના​​રોજ દાવણગેરે, અમરાવતી, કોટુરુ, હોસ્પેટ અને ગડગ સ્ટેશનો થઈને દોડશે.

3.    ટ્રેન નંબર 06588 બીકાનેર – યસવંતપુર એક્સપ્રેસ સ્પેશિયલ 16 અને 21 ફેબ્રુઆરી 2021 ના ​​રોજ ગડગ, હોસ્પેટ, કોટૂરુ, અમરાવતી અને દાવણગેરે સ્ટેશનો થઈને દોડશે.

4.    ટ્રેન નંબર 06587 યસવંતપુર – બીકાનેર સ્પેશિયલ 19 અને 21 ફેબ્રુઆરી 2021 ના​​રોજ દાવણગેરે, અમરાવતી, કોટુરુ, હોસ્પેટ અને ગડગ સ્ટેશનો થઈને દોડશે.

5.    ટ્રેન નંબર 06206 અજમેર – કેએસઆર બેંગલુરુ એક્સપ્રેસ સ્પેશીયલ 22 ફેબ્રુઆરી 2021 ના ​​રોજ પુણે, દૌંડ, કુર્દવાડી, સોલાપુર, વાડી અને ગુંટકલ સ્ટેશનો થઈને દોડશે.

6.    ટ્રેન નંબર 06533 જોધપુર – કેએસઆર બેંગ્લોર એક્સપ્રેસ સ્પેશિયલ 17 ફેબ્રુઆરી 2021 ના ​​રોજ પુણે, દૌંડ, કુર્દવાડી, સોલાપુર, વાડી અને ગુંટકલ સ્ટેશનો થઈને દોડશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.