Western Times News

Gujarati News

રાજકોટમાં સાળાઓએ મળીને બનેવીની હત્યા કરી નાખી

પ્રતિકાત્મક

રાજકોટ, રાજકોટ શહેરમાં પત્નીની જ હાજરીમાં પતિની હત્યા થઇ હોવાનું સામે આવ્યું છે. ત્યારે પતિની હત્યા બીજા કોઈએ જ નહીં પરંતુ પત્નીના સગાભાઈ તેમજ પિતરાઈ ભાઈઓ તેમજ તેના માણસો એ કરી હોવાનું સામે આવ્યું છે. ત્યારે સમગ્ર મામલે પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.

ત્યારે હાલ થોડા પોલીસ દ્વારા વિજય ઉર્ફે વિજલો સોલંકી, સાજન પ્રભાતભાઇ સોલંકી, અનિલ ઉર્ફે બચું પ્રભાતભાઇ સોલંકી, સંજય ઉમેશભાઈ રાઠોડ, કેવલ ભરતભાઈ કાવિઠીયા, અશ્વિન ઉર્ફે અની સુરેશભાઇ સોલંકી, દિનેશ ઉર્ફે કાળીયો કિશન ભાઇ સોલંકી સહિતના આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

પોલીસે પકડી પાડેલ આરોપી વિજય ઉર્ફે વીજલો પ્રભાતભાઇ સોલંકી વિરુદ્ધ રાજકોટ શહેરના જુદા જુદા પોલીસ સ્ટેશનમાં કુલ ૧૭ જેટલા ગુના દાખલ થઇ ચુક્યા છે. થોડા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જીએમ હડીયાના જણાવ્યા પ્રમાણે, વિજય ૧૯૯૭થી ગુનાખોરીના રવાડે ચડી ચૂક્યો છે. આરોપી વિરુદ્ધ ૩૦૨ ના અત્યાર સુધીમાં ત્રણ ગુના દાખલ થઇ ચુક્યા છે, હત્યાના પ્રયાસનો એક ગુનો દાખલ થઈ ચૂક્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.