Western Times News

Gujarati News

બાઈકના વ્હીલમાં સાડી ફસાતાં ફંગોળાયેલી મહિલાનું મોત

વડોદરા, ઘણી વખત સામાન્ય ભૂલના કારણે મોટી તકલીફ ભોગવવાનો વારો આવતો હોય છે. બાઈકના ટાયરમાં કપડા ફસાઈ જવાના કારણે થતાં અકસ્માત જીવલેણ સાબિત થતાં હોય છે. આવી જ વધુ એક ઘટના વડોદરામાં બની છે જેમાં બાઈકમાં સાડીનો છેડો ફસાઈ જવાના કારણે મહિલાનું મોત થઈ ગયું છે.

જ્યારે વડોદરામાં એક અન્ય અકસ્માતની ઘટના બની હતી જેમાં ૩૫ વર્ષના યુવાને જીવ ગુમાવ્યો છે. બનાવની વિગતો પ્રમાણે કરજણ તાલુકાના બોડકા ગામના જનકબેન ભદ્રસિંહ પરમાર બાઈક પર જઈ રહ્યા હતા. તેઓ બાઈકની બાછલી સીટ પર બેઠા હતા અને તેમનો સાડીનો છેડો બાઈકના ટાયરમાં આવી જવાના કારણે તેઓ રોડ પર ફસડાઈ પડ્યા હતા.

આ ઘટનામાં તેમને ગંભીર ઈજાઓ થઈ હતી. જનકબેનને તાત્કાલિક દવાખાને ખસેડીને બચાવવાની કોશિશો કરવામાં આવી હતી પરંતુ માથામાં ગંભીર ઈજાઓ થવાના કારણે તેમનું સારવાર દરમિયાન મોત થયું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.