Western Times News

Gujarati News

કાશ્મીરમાં કાળો બરફ પડશે ત્યારે ભાજપમાં જાેડાઈશઃ આઝાદ

કોંગ્રેસ નેતાની સંસદમાંથી નિવૃત્તિ પર મોદી ભાવુક થયા બાદ આઝાદના ભાજપમાં જાેડાવાની અટકળો તેજ બની

નવી દિલ્હી,  કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદ પાછલા દિવસોમાં રાજ્યસભાથી નિવૃત્ત થઈ ગયા. તેમને વિદાય લેતા જાેઈને વડાપ્રધાન મોદીની આંખો ભરાઈ આવી હતી. મોદીએ કહ્યું હતું ગુલામ નબી આઝાદ જેવા બીજા નેતા કોંગ્રેસને નહીં મળે. આઝાદ સાથે વિતાવેલા સમયને યાદ કરીને વડાપ્રધાન મોદી ઘણી વખત ભાવુક થયા.

પછી ગુલામ નબીએ પોતાની વાત રજૂ કરી ત્યારે તેમની પણ આંખો ભરાઈ આવી હતી. પછી અટકળો શરુ થઈ કે ક્યાંક આઝાદ કોંગ્રેસ છોડીને ભાજપમાં તો નથી જવાનાને. આ અટકળોનો જવાબ ખુદ ગુલામ નબી આઝાદે આપ્યો છે. તેમણે એક અખબારને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું છે કે, એ સમયે ભાજપમાં જાેડાઈ જશે જ્યારે કાશ્મીરમાં કાળો બરફ પડશે.

આઝાદે કહ્યું, ભાજપ જ કેમ.. કાશ્મીરમાં જ્યારે કાળો બરફ પડશે ત્યારે કોઈ પણ પાર્ટીમાં જાેડાઈશ. જે લોકો આવું કહે છે કે આવી અફવા ફેલાવે છે તેઓ મને ઓળખતા નથી. જ્યારે રાજમાતા સિંધિયા (વિજયા રાજે સિંધિયા) વિરોધ પક્ષના નેતા હતા, ત્યારે તેમણે ઉભા થઈને મારા પર કેટલાક આરોપ લગાવ્યા હતા.

હું ઉભો થયો અને મેં કહ્યું કે હું આરોપોને બહુ જ ગંભીરતાથી લઉં છું અને સરકાર તરફથી (અટલ બિહારી) વાજપેઈની અધ્યક્ષતામાં એક સમિતિ બનાવવાની સલાહ આપીશ જેમાં તેઓ (સિંધિયા) અને (લાલ કૃષ્ણ) અડવાણી સભ્ય હશે. મે કહ્યું કે તેઓ પોતાનો રિપોર્ટ ૧૫ દિવસમાં આપશે અને જેવા સત્તામાં આવશે, હું માની લઈશ.

જેવું મે વાજપેઈજીનું નામ લીધું, તેઓ આવ્યા અને પૂછ્યું શા માટે? જ્યારે મેં તેમને કહ્યું તો તેમણે ઉભા થઈને કહ્યું- હું ગૃહની માફી માગુ છું ને ગુલામ નબી આઝાદની પણ. કદાચ રાજમાતા સિંધિયા તેમને નથી જાણતા, પરંતુ હું જાણુ છું.

ગુલામ નબી આઝાદ પાછલા દિવસોમાં રાજ્યસભાની અંદર પોતાની અને મોદીની ભાવુક થવાનું કારણ જણાવ્યું. તેમણે કહ્યું, કારણ એ પણ હતું કે ૨૦૦૬માં એક ગુજરાતી ટુરિસ્ટ બસ પર (કાશ્મીર માં) હુમલો થયો હતો અને હું તેમની સાથે વાત કરતા-કરતા રડી પડ્યો હતો. પીએમ કહી રહ્યા હતા યે (આઝાદ) એવા વ્યક્તિ છે જેઓ નિવૃત્ત થઈ રહ્યા છે અને ભલા માણસ છે.

તેઓ આખી વાત ના કહી શક્યા કારણ કે તેઓ પડી પડ્યા હતા, અને જ્યારે વાત હું પૂરી કરવા માગતો હતો તો હું પણ નહોતો કરી શક્યો, કારણ કે મને લાગ્યું કે હું ૧૪ વર્ષ પહેલાના એ સમયમાં પહોંચી ગયો હતો.

આઝાદે કહ્યું કે તેઓ અને મોદી એક-બીજાને ૯૦ના દાયકાથી જાણે છે. અમે બન્ને મહાસચિવ હતા અને ટીવી ડિબેટ્‌સમાં અલગ-અલગ મંતવ્ય રજૂ કરતા હતા, અમે ડિબેટ્‌સમાં બહુ લડતા હતા. પરંતુ અમે જલદી પહોંચી જઈએ તો ચા પીતી વખતે વાતો કરતા હતા. પછી અમે બન્ને એકબીજાને મુખ્યમંત્રી તરીકે જાેયા, વડાપ્રધાનની બેઠક અને ગૃહમંત્રીની બેઠકમાં મળતા રહ્યા. ત્યારે તેઓ મુખ્યમંત્રી હતા અને હું સ્વાસ્થ્ય મંત્રી.. અમે દર ૧૦-૧૫ દિવસે વાત કરતા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.