Western Times News

Latest News from Gujarat

પ્રેમાંધ પુત્રીએ માતા અને બહેનનું કાસળ કાઢી નાખ્યું

Files Photo

બ્રાઝિલ:બ્રાઝિલના સાઓ પાઉલોથી એક ચોંકાવનારા સમાચાર આવ્યા છે. વાત જાણે એમ છે કે અહીં ૧૬ વર્ષની સગીરાને ૩૪ વર્ષના તેના સાવકા પિતા જાેડે પ્રેમ થઈ ગયો. ત્યારબાદ પુત્રીએ સાવકા પિતાની સાથે મળીને માતા અને ૯ વર્ષની માસૂમ બહેનને ર્નિદયતાથી મોતને ઘાટ ઉતારી દીધા અને બંનેના મૃતદેહોને ઘરની પાછળ ખાડો ખોદીને દાટી દીધા.

અત્રે જણાવવાનું કે પોલીસ તપાસમાં જ્યારે આરોપીના ઘરની પાછળ જમીન ખોદવામાં આવી તો ત્યાંથી બે મૃતદેહો મળી આવ્યા.

જેમાંથી એક આરોપીના પત્નીનો અને બીજાે તેની ૯ વર્ષની પુત્રીનો હતો. આરોપીના ઘર પાસેથી તેની પત્ની અને પુત્રીના મૃતદેહો મળી આવતા વિસ્તારમાં હડકંપ મચી ગયો. ત્યારબાદ પોલીસે આ ખૌફનાક ઘટનાને અંજામ આપવાના આરોપમાં વ્યક્તિ અને તેની ૧૬ વર્ષની સગીરાની ધરપકડ કરી.

પોલીસના જણાવ્યાં મુજબ તપાસ ટીમે માતા અને ૯ વર્ષની પુત્રીના મૃતદેહોને આરોપીના ઘરની પાછળ ખોદકામ કરીને બહાર કાઢ્યા. પોલીસ અધિકારીએ જણાવ્યું કે ૧૬ વર્ષની સગીર પુત્રીને તેના ૩૪ વર્ષના સાવકા પિતા સાથે પ્રેમ થઈ ગયો. આરોપીએ અનેકવાર તેની ૧૬ વર્ષની પુત્રીનું શારીરિક શોષણ પણ કર્યું. સગીરા તેની માતાને નફરત કરતી હતી.

તેણે માતા અને બહેનની હત્યા કરવામાં સાવકા પિતાને સાથ આપ્યો. સગીરા સાથે મળીને પત્ની અને બીજી પુત્રીની હત્યા કરનારા વ્યક્તિનું નામ ફેબ્રિસિયો એરિના છે. તેની ઉંમર ૩૪ વર્ષ છે. ફેબ્રિસિયો એરિનાએ પોલીસ સામે ગુનો કબૂલી લીધો છે. આરોપી ફેબ્રિસિયો એરિનાએ પૂછપરછ દરમિયાન જણાવ્યું કે તેણે નવેમ્બર ૨૦૨૦માં ઝગડા થયો તે સમયે પત્નીની હત્યા કરી નાખી હતી.

આરોપી પિતા ફેબ્રિસિયો એરિનાએ જણાવ્યું કે પત્નીની હત્યાના એક મહિના બાદ તેણે પોતાની ૯ વર્ષની પુત્રીને પણ મારી નાખી કારણ કે તે માતા વિશે સતત પૂછતી રહેતી હતી. પુત્રી દ્વારા વાંરવાર માતા અંગે પૂછવામાં આવતા તે પરેશાન થઈ ગયો હતો. ડેઈલી મેઈલના જણાવ્યાં મુજબ સગીર પુત્રીએ પોલીસને પૂછપરછ દરમિયાન જણાવ્યું કે તે તેની માતાને ખુબ જ નફરત કરતી હતી. જાે કે સગીરા કહ્યું કે તેણે તેની માતા અને બહેનને માર્યા નથી.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers