Western Times News

Gujarati News

હમ દો હમારે દોની ટીપ્પણી રાહુલની નાસમજ જાહેર કરે છે

નવીદિલ્હી: પૂર્વ વડાપ્રધાન નરસિમ્હા રાવના પૌત્ર અને ભાજપ નેતા એન વી સુભાષે કહ્યું કે સંસદમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના ભાષણે તેમની તસવીરના સ્તર અપરિપકવથી ધટાડી અનભિજ્ઞ કરી દીધી છે.હમ દો હમારે દોની ટીપ્પણીએ રાજનીતિમાં તેમની નાસમજીને જાહેર કરી દીધી છે.

તેમણે કહ્યું કે કોંગ્રેસના રાજમાં જ વંશવાદની બોલબાલા હતી અને તેમની માતા સોનિયા ગાંધી સિવાય કોઇ અન્ય નેતાની કોઇ હેસિયત ન હતી.ત્યાં સુધી કે વડાપ્રધાનને પણ કઠપુતલી બનાવી દેવામાં આવ્યા હતાં જયારે નિચલુ ગૃહ બજેટ પર ચર્ચા કરી રહ્યું હતું તો રાહુલ ગાંધીએ ત્રણ કૃષિ કાનુનોનો મુદ્દો ઉઠાવ્યો અને દેશને ચકિત કરી દીધા તેમણે કહ્યુ કે દેશમાં દાયકા સુધી કોંગ્રેસ શાસનને કૃષક સમુદાયના આર્થિક સ્તરમાં સુધાર કવાનો કોઇ પ્રયાસ ન કરી કિસાનોની કમ્મર તોડી દીધી જયારે એનડીએ સરકાર કિસાનોનું ભાગ્ય બદલવાનો પ્રયાસ કરી હી છે તો રાહુલ ગાંધી જેવા નેતા કિસાનોને ઉશ્કેરી રહ્યાં છે.

સુભાષે આગળ કહ્યુ ંકે પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષે પોતાની રાજનીતિક આકાંક્ષઓ કિનારે રાખી કૃષિ કાનુનોની જાેગવાઇ અને ઇરાદાને સમજવા જાેઇએ આ કાનુનોનો વિરોધ કરી તે ફાયદાથી વધુ કિસાનોને નુકસાન કરી રહ્યાં છે તેમણે કહ્યું કે આઝાદી બાદથી ભારતીય કૃષિ ક્ષેત્રમાં કોઇ મોટો સુધારો આવ્યો નથી દરેક રાજનીતિક નેતા કિસાનોની ભલાઇની વાત કરે છે પરંતુ આજ સુધી કોઇ સરકારે એક પણ સુધારો કર્યો નથી બદલાતા સમય અને વૈશ્વિક કૃષિ પરિદ્‌શ્ય અનુસાર નરેન્દ્ર મોદી સરકાર જ કૃષક સમુદાયની જીંદગીઓમાં મોટું પરિવર્તન લાવવા માટે કૃષિ સુધાર રજુ કર્યું વર્ષ ૨૦૦૪થી ૨૦૧૪ સુધી યુપીએ સરકાર સત્તામાં હતી પરંતુ કિસાનોની ભલાઇ માટે એક પણ વિધેયક રજુ કરવામાં આવ્યું ન હતું


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.