Western Times News

Gujarati News

દાદી અને પિતાની હત્યા પર ગર્વ : કોંગ્રસ નેતા રાહુલ ગાંધી

નવીદિલ્હી: કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે એ ગર્વની વાત છે કે તેમની દાદી અને પિતાની હત્યા કરવામાં આવી કારણ કે તેઓ કોઇ વસ્તુ માટે ઉભા થયા હતાં તેમણે કહ્યું કે ટ્રોલે તેમને એક નેતા તરીકે ખુદમાં સુધાર લાવવામાં મદદ કરી આ વાતો તેમણે શિકાગો વિશ્વ વિદ્યાલયના પ્રોફેસર દીપેશ ચક્રવર્તીની સાથે ડિઝીટલ વાતચીત દરમિયાન કહી.વંશવાદના સવાલ પર રાહુલે કહ્યું કે ગત ૩૦-૩૫ વર્ષથી તેમના પરિવારથી કોઇ વડાપ્રધાન બન્યા નથી

ચક્રવર્તીની સાથે વાતચીત દરમિયાન રાહુલે કહ્યું કે મને ગર્વ છે કે મારી દાદી અને પિતા કોઇ વસ્તુની વિરૂધ્ધ ઉભા થયા અને તેનો બચાવ કરતા તેમની હત્યા કરી દેવામાં આવી આ મને અને મારી જગ્યાને સમજવામાં મદદ કરે છે અને બતાવે છે કે મારે શું કરવું જાેઇએ મને કોઇ પસ્તાવો નથી

વંશવાદ રાજનીતિને લઇ કોંગ્રેસ નેતાએ કહ્યું કે મારા પરિવારથી આખરી વાર ૩૦-૩૫ વર્ષ પહેલા વડાપ્રધાન બન્યા હતાં યુપીએ સરકારમાં મારા પરિવારથી કોઇ સામેલ ન હતું હું કેટલાક મૂલ્યો માટે લડુ છું તમે એ કહી શકો નહીં કે હું રાજીવ ગાંધીનો પુત્ર છુ તોહું આ મૂલ્યો માટે કેમ લડી ન શકું યાદ રહે કે રાહુલના પિતા સ્વ.રાજીવ ગાંધી ૧૯૮૪-૮૯ની વચ્ચે દેશના વડાપ્રધાન હતાં.

પોતાની રાજનીતિક યાત્રાની બાબતે રાહુલે કહ્યું કે હું આ યાત્રામાં ખુબ આગળ વધી ચુકયો છું તે વિચાર ખુબ વધુ સ્પષ્ટ થઇ ચુકયા છે જાે તમે ૧૫-૨૦ વર્ષ પહેલા મને પુછતા કે હું રાજનીતિમાં કેમ આવવા માંગુ છું તો ત્યારે મારો જવાબ આજની સરખામણીથી ખુબ અલગ હોત જયારે હું તેમાં આગળ વધ્યો તો ખબર પડી કે અહીં વિચારોની લડાઇ ચાલી રહી છે જયારે કોઇ અન્ય વિચાર મારા પર હુમલો કરે છે તો તેનાથી મને ખુદને પરિષ્કૃત કરવામાં મદદ મળે છે.

રાહુલ ગાંધીને લોકો સોશલ મીડિયા પર સતત કોઇને કોઇ વાત માટે ટ્રોલ કરતા રહે છે તેને લઇ કોંગ્રેસ સાંસદે કહ્યું કે ટ્રોલ્સે મારી સમજને તેજ કરી કે મારે શું કરવાનું છે આ મારા માટે લગભગ એક માર્ગદર્શકની જેમ છે તે મને બતાવે છે કે મારે કયાં જવાનું છે અને મારે શું કરવાનું છે આ એક વિકાસ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.