Western Times News

Gujarati News

યુવતી સાથે અશ્લિલ હરકત કરશો તો આપની ખેર નથી

લખનૌ: મહિલાઓ સાથે વધી રહેલા જાતિય શોષણના પગલે આરોપી સામે સકંજાે કસવા માટે આ સિસ્ટમ તૈયાર કરવામાં આવી છે. આ સિસ્ટમ હાલ યૂપી પોલીસ અપનાવી રહી છે.

હવે જાે આપ જાે કોઇ બાળકી, મહિલા, કે યુવતી સાથે અશ્લિલ હરકત કરશો તો આપની ખેર નથી. આ માટે ઉત્તર પ્રદેશની પોલીસે ૧૦૯૦ સેવા શરૂ કરી છે.

આ સિસ્ટમ દ્વારા પોલીસ એવા લોકોની માનસિકતા બદવાની કોશિશ કરશે. જે આ પ્રકારના અપરાધ કરી શકે છે. આ માટે ઇન્ટરનેટ મીડિયાનો સહારો લેવાયો છે. ઇન્ટરનેટ પર અશ્લિલ સામ્રગી સર્ચ કરાશે તો ૧૦૯૦ સાવધાન રહેવા માટે એલર્ટ કરી દેશે. આ બધી જ જાણકારી ૧૦૯૦ પાસે નોંધાઇ જશે.

ભવિષ્યમાં એ વિસ્તારમાં દુષ્કર્મની ઘટના બનશે તો આ ડેટાનો પોલીસ આરોપીને શોધવા માટે ઉપયોગ કરશે. આ એપ આ રીતે આરોપીને ઝડપી પાડવામાં પણ મદદ કરશે. આ મિશનનું નામ હમારી સુરક્ષા આપવામાં આવ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.