Western Times News

Gujarati News

અરવલ્લી SoGએ જામનગર દરેડ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં ત્રાટકી :૬ વર્ષ અગાઉ અપહરણ કરનાર આરોપીને દબોચ્યો 

ગાંધીનગર  રેન્જ આઈજી અભય ચુડાસમા અને અરવલ્લી એસપી સંજય ખરાતના આગમન પછી જીલ્લામાં પ્રોહિબિશનની શખ્ત કાર્યવાહી,ચોરી લૂંટના વણઉકેલ્યા ગુન્હાનોનો ઝડપથી ભેદ ઉકેલાઈ રહ્યો છે બાયડ નજીક આવેલા ડેમાઈ ગામનો યુવક ૬ વર્ષ અગાઉ સગીરાનું અપહરણ કરી ફરાર થઇ ગયો હતો

જે અંગે બાયડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી છેલ્લા ૬ વર્ષથી પોલીસને થાપ આપવામાં સફળ રહેલા આરોપીને જીલ્લા એસઓજી પોલીસે જામનગરના દરેડ ઇન્ડસ્ટ્રીયલ  વિસ્તારમાંથી ભોગ બનનાર સગીરા અને તેના દોઢ વર્ષના પુત્ર સાથે દબોચી લઈ સંજય પટેલને જેલના સળિયા પાછળ ધકેલી દઈ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

અરવલ્લી જીલ્લા એસઓજી પીઆઈ જે.પી.ભરવાડ અને તેમની  ટીમને બાતમી મળી હતી કે ૬ વર્ષ અગાઉ સગીરાનું અપહરણ કારી ભગાડી જનાર  ડેમાઈ ગામનો સંજય ઉર્ફે કાળીયો નટવરભાઈ પટેલ ભોગ બનનાર સગીરા સાથે જામનગરના દરેડ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં રહે છે

બાતમી મળતા તાબડતોડ જીલ્લા એસઓજી પોલીસ દરેડ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં છાપો મારી સંજય પટેલને ભોગ બનનાર સગીરાને તેના દોઢ વર્ષના પુત્ર સાથે દબોચી લઈ કાયદેસરની કાર્યવાહી તજવીજ હાથધરી આગળની તપાસ માટે બાયડ પોલીસને સુપ્રત કરી ૬ વર્ષ અગાઉ બાયડ પોલીસ સ્ટેશને નોંધાયેલ સગીરાના અપહરણના ગંભીર ગુન્હાનો ભેદ ઉકેલી દીધો હતો


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.